Lakhimpur Kheri Violence: યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે લખનૌ મુલાકાતે છે. તેમની સાથે સચિન પાયલટ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કેસી વેણુગોપાલ પણ હશે. લખનૌમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કલમ 144 લાગૂ કરાઈ છે. લખનૌ રવાના થતા પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા જેનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જવાબ આપ્યો. આ બાજુ યુપી સરકારે હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી દીધી છે.
મંજૂરી મળી
યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી દીધી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કુલ 5 લોકો લખીમપુર ખીરી જઈ શકે છે. આ બાજુ રાહુલ ગાંધી પણ લખનૌ માટે રવાના થઈ ગયા છે.
Energy crisis: દેશ પર તોળાઈ રહ્યું છે આ મોટું સંકટ, 4 દિવસ બાદ અનેક ઠેકાણે છવાઈ શકે છે અંધારપટ
લખીમપુર હિંસા પર રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોને જીપથી કચડવામાં આવી રહ્યા છે. દેસભરમાં તેમના પર સિસ્ટમેટિક રીતે હુમલા થઈ રહ્યા છે. સરકાર ખેડૂતો પર આક્રમણ કરી રહી છે.
Vehicle Scrapping Policy: જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવું હવે ભારે પડશે, ચૂકવવી પડશે 8 ગણી વધુ રકમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube