Lakhimpur Violence Case: લખીમપુર ખીરી હિંસા કેસમાં કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 સામે આરોપ ઘડવામાં આવ્યા
Lakhimpur Violence Case: લખીમપુર ખીરીમાં પાછલા વર્ષે 3 ઓક્ટોબરે હિંસા થઈ હતી. તેમાં 4 કિસાનો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં આશીષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ Lakhimpur Violence Case: લખીમપુર ખીરીના તિકોનિયામાં થયેલી હિંસા કેસમાં મંગળવાર (6 ડિસેમ્બર) ના રોજ આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડવામાં આવ્યા છે. આશીષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. જિલ્લા વહીવટી વકીલ અરવિંદ ત્રિપાઠીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે એડિશનલ જિલ્લા ન્યાયાધીશ સુનીલ કુમાર વર્માની અદાલતમાં તિકોનિયા કાંડ કેસમાં આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા છે.
ત્રિપાઠીએ જણાવ્યું કે જે આરોપીઓ પર આરોપ નક્કી થયા તેમાં આશીષ મિશ્રાની સાથે-સાથે અંકિત દાસ, નંદન સિંહ બિષ્ટ, લતીફ કાલે, સત્યમ ઉર્ફે સત્ય પ્રકાશ ત્રિપાઠી, શેખર ભારતી, સુમિત જાયસવાલ, આશીષ પાંડે, લવકુશ રાણા, શિશુપાલ ઉલ્લાસ કુમાર ઉર્ફે મોહિત ત્રિવેદી, રિંકૂ રાણા, વીરેન્દ્ર શુક્લા અને ધર્મેન્ટ્ર બંજારા સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube