લખીમપુર: ઉત્તર પ્રદશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સુનાવણી હાથ ધરી. સીજેઆઈએ કહ્યું કે આ મામલે અમને 100 જેટલા મેઈલ આવ્યા છે. પરંતુ બધાને દલીલ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું આ મમલે રાજ્ય સરકાર તરફથી સીબીઆઈ તપાસની કોઈ ભલામણ કરવામાં આવી. યુપી સરકારના વકીલે કહ્યું કે ના આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરાઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે લખીમપુર ખીરી હિંસા કેસની તપાસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહીથી ખુશ નથી. ચીફ જસ્ટિસ એનવી રમનાએ યુપી સરકારને પોતાના ડીજીપીને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું કે જ્યાં સુધી કોઈ અન્ય એજન્સી તેને સંભાળે ત્યાં સુધી આ કેસના પુરાવા સુરક્ષિત રહે. કેસમાં યુપી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ દલીલો રજુ કરી. સુનાવણી દરમિયાન કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી. આગામી સુનાવણી હવે 20 ઓક્ટોબરે થશે. 


PM Mementos e-Auction: હરાજીમાં નીરજ ચોપડાના ભાલાની સૌથી વધુ કિંમત, જાણો કઈ ભેટ પર કેટલી બોલી લાગી


સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારનો પક્ષ રજુ કરતા જાણીતા વકીલ હરીશ સાલવેએ દલીલ આપી કે લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ખેડૂતોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી વાગવાની વાત સામે આવી નથી. પોલીસને ત્યાંથી જોકે બે કારતૂસ જરૂર મળ્યા છે. શક્ય છે કે આરોપીઓની કોઈ ખરાબ દાનત હોય. જેના પર ચીફ જસ્ટિસે સાલવેને સવાલ કરતા કહ્યું કે તો શું આરોપીઓને કસ્ટડીમાં ન લેવાનું શું આ કારણ હતું?


સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે આરોપ 302નો છે. તમે તેને પણ એવી જ રીતે ટ્રિટ કરો જે રીતે બાકીના કેસમાં મર્ડર કેસમાં આરોપી સાથે ટ્રિટ કરાય છે. કોર્ટે કહ્યું એવું ના હોય કે નોટિસ આપવામાં આવી છે પ્લિઝ આવી જાઓ. પ્લિઝ આવી જાઓ. તેના પર સાલવેએ કહ્યું કે આ 302નો કેસ હોઈ શકે છે. બેન્ચે આશ્ચર્ય જતાવતા કહ્યું કે 302 હોઈ શકે છે? ચીફ જસ્ટિસે કહ્યું કે ઘટનાસ્થળે પ્રત્યક્ષદર્શી છે અમારો મત છે કે જ્યાં 302નો આરોપ છે તે ગંભીર મામલો છે અને આરોપી સાથે એવો જ વ્યવહાર થવો જોઈએ જેવો બાકી કેસમાં આરોપીઓ સાથે થાય છે. શું  બાકી કેસમાં આરોપીને નોટિસ આપવામાં આવે છે કે તમે પ્લિઝ આવી જાઓ?


Arunachal Pradesh માં ભારત-ચીન આમને સામને, LAC પર ચીની સૈનિકોને જવાનોએ ખદેડી મૂક્યા


વકીલ સાલવેએ કહ્યું કે આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગોળી મારવામાં આવી છે. પરંતુ ગોળીની વાત પોસ્ટમોર્ટમમાં નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે આરોપીને ન પકડવા પાછળ શું આ ગ્રાઉન્ડ છે? કોર્ટના સવાલ પર સાલવેએ કહ્યું કે ના, કેસ ગંભીર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે બિલકુલ ગંભીર કેસ છે. પરંતુ કેસને એ રીતે જોવામાં નથી આવતો....અમે સમજીએ છીએ કે આ પ્રકારે કાર્યવાહી ન થવી જોઈએ. કથની અને કરણીમાં ફરક જોવા મળી રહ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે સાધારણ સ્થિતિમાં 302 એટલે કે મર્ડર કેસમાં પોલીસ શું કરે છે? તે આરોપીને ધરપકડ કરે છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે આરોપી ગમે તે હોય કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube