Arunachal Pradesh માં ભારત-ચીન આમને સામને, LAC પર ચીની સૈનિકોને જવાનોએ ખદેડી મૂક્યા

ભારત અને ચીન વચ્ચે લેહમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે અરુણાચલ પ્રદેશમાં પણ તણાવના સમાચાર છે.

Arunachal Pradesh માં ભારત-ચીન આમને સામને, LAC પર ચીની સૈનિકોને જવાનોએ ખદેડી મૂક્યા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લેહમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે અરુણાચલ પ્રદેશમાં પણ તણાવના સમાચાર છે. અરુણાચલ પ્રદેશમાં  ભારત અને ચીનના સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આમને સામને આવી ગયા. કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મામલો ઉકેલાયો. ભારત અને ચીન બંને દશોના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન ભીડી ગયા હતા. ઘર્ષણની આ ઘટના ગત અઠવાડિયે ઘટી હતી. 

ચીનની હરકતોને ભારતીય સેના હવે જરાય સહન કરવાના મૂડમાં નથી. ઉત્તરાખંડના બારાહોતી બાદ હવે અરુણાચલ પ્રદેશમાં ચીનના લગભગ 200 જેટલા સૈનિકો તિબ્બતથી ભારતની જમીનમાં ઘૂસી આવ્યા. ચીની સૈનિકોએ ખાલી બંકરોને નુકસાન પહોંચાડવાની કોશિશ પણ કરી. તવાંગમાં ભારતીય સૈનિકોએ ચીનના જવાનોને કસ્ટડીમાં લીધા. જો કે આ બધુ થોડીવાર માટે અસ્થાયી રીતે હતુ. સેના તરફથી આ મામલે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી. 

— ANI (@ANI) October 8, 2021

સૂત્રોએ જણાવ્યું કે ગત અઠવાડિયે અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. ચીની સૈનિકો LAC ક્રોસ કરીને ભારત તરફ આવી ગયા હતા. આ ઘર્ષણ થોડા કલાકો માટે ચાલ્યું હતું. 

બંને બાજુ કોઈ નુકસાન નહીં
ભારત અને ચીનના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ બંને બાજુ કોઈ નુકસાન થયું નથી અને કમાન્ડર સ્તરની કેટલાક કલાકોની વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news