લખીમપુર ખીરી મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, CBI તપાસ કરાવવાની માંગ
મહત્વનું છે કે રવિવારે થયેલી આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. તો અન્ય લોકોને ઈજા થઈ છે. કિસાનોની હત્યાના આરોપમાં ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશીષ મિશ્રા સહિત 14 લોકો વિરુદ્ધ કિસાનો તરફથી કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ લખીમપુર ખીરી મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. બે વકીલોએ આ મામલાને લઈને કોર્ટને પત્ર લખ્યો છે. તેમાં સુપ્રીમ કોર્ટની નજર હેઠળ ન્યાયીક તપાસ સીબીઆઈ પાસે કરાવવાની અપીલ કરવામાં આવે છે. સાથે ગૃહ મંત્રાલય અને પોલીસે એફઆઈઆર નોંધવા અને લખીમપુર ખીરી કાંડમાં સામેલ લોકોને સજા આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.
પત્રમાં બંને વકીલોએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટથી લખીમપુર ખીરી કાંડની તપાસ સર્વોચ્ચ અદાલતની નજરમાં સમયબદ્ધ રીતે કરવામાં આવે. વકીલ શિવ કુમાર ત્રિપાઠી અને સીએસ પાંડાએ કહ્યુ કે લખીમપુર ખીરીમાં કિસાનોની હત્યાની ગંભીરતા જોતા આ મામલામાં કોર્ટનો હસ્તક્ષેપ જોઈએ. તેમણે માંગ કરી કે પત્રને જાહેર હિતની અરજી માનવામાં આવે.
આ પણ વાંચોઃ લખીમપુરમાં શાંતિભંગની આશંકા બાદ પ્રિયંકા ગાંધીની ધરપકડ, આ કલમ હેઠળ કેસ દાખલ
મહત્વનું છે કે રવિવારે થયેલી આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. તો અન્ય લોકોને ઈજા થઈ છે. કિસાનોની હત્યાના આરોપમાં ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશીષ મિશ્રા સહિત 14 લોકો વિરુદ્ધ કિસાનો તરફથી કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. તો મૃત્યુ પામેલા આઠ લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 45-45 લાખ રૂપિયા તથા એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો બધા ઈજાગ્રસ્તોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
અહીં એક કાર્યક્રમ દરમિયાન લખીમપુર ખીરીથી બે વખતના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોને સુધરવાની ચેતવણી આપી હતી. તેમના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ કિસાનોએ મોર્ચો ખોલી દીધો હતો. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે લખીમપુરમાં કેટલીક સરકારી યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણમાં પહોંચ્યા હતા. અહીંથી તેમણે ટેનીના ગામ બનવીરપુરમાં આયોજીત દંગલના સમાપન સમારોહમાં સામેલ થવાનું હતું. તેમને લેવા માટે ટેનીના સમર્થક ચાર ગાડીઓમાં ગામથી નિકળ્યા હતા. આ વચ્ચે પ્રદર્શનકારી કિસાન હજારોની સંખ્યામાં નિધાસન તાલુકાના તિકુનિયા ગામ પહોંચી ગયા હતા. ત્યારબાદ મંત્રીના કાફલાને ગુરૂનાનક તિરાહે પાસે રોકી લેવામાં આવ્યો હતો. ત્યાં ખુબ હંગામો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube