નવી દિલ્હી: અયોધ્યામાં આગામી 5 ઓગસ્ટના રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહ માટે જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યો છે. તેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી (Murli manohar joshi) અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) સામેલ છે. દૂરદર્શન દ્વારા આ સમારોહનું સીધુ પ્રસારણ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીએ રવિવારે આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું કે, આ સિવાય, બધા ધર્મોના આધ્યાત્મિક નેતાઓને આમંત્રિત કરવાનો વિચાર છે.


આ પણ વાંચો:- 31 જુલાઇના પૂર્ણ થશે અનલોક-2, અહીં જાણો કેવું હશે અનલોક-3


તેમણે કહ્યું કે, કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાનમાં રાખી સામાજીક અંતર બનાવી રાખવાના નિયમનું પાલન કરતા આ કાર્યક્રમમાં સીમિત સંખ્યા લગભગ 200 લોકોને બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે, યાદીને અંતિમ રૂપ આપવાનું બાકી છે.


મિશ્રાએ કહ્યું કે, મંદિર આંદોલનનો ભાગ રહેલા લોકોને આમંત્રણ આપવામાં આવશે. જેમાં ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સામેલ છે.


આ પણ વાંચો:- હવે ચંબલમાં ડાકુઓની જગ્યાએ મળશે ખેડૂત, મોદી સરકાર તૈયાર કરી આ યોજના


મંદિરના એક અન્ય ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીને પણ વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારની સાથે કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવી રહ્યાં છે.


ટ્રસ્ટના સભ્યો અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રામ મંદિરની આધારશિલા મુકવા માટે અયોધ્યા આવવાની સંભાવના છે. ચૌપાલે કહ્યું કે, ભૂમિ પૂજન માટે ગુરૂદ્વારો, બૌદ્ધ અને જૈન મંદિરો સહિતના પ્રમુખ પૂજા સ્થળોથી માટી એકત્ર કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- Good News: માત્ર 39 રૂપિયામાં મળશે કોરોનાની ટેબલેટ, જાણો કંઇ કંપનીએ તૈયાર કરી આ દવા


ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ હશે. તેમણે કહ્યું કે, દૂરદર્શન અને અન્ય ચેનલો દ્વારા આ કાર્યક્રમનું સીધુ પ્રસારણ કરવામાં આવશે.


તેણમે કહ્યું કે, ભગવાન રામના ભક્તોને અપીલ છે કે, તેઓ અયોધ્યા આવવાની જગ્યાએ નજીકના મંદિરોમાં અથવા પોતાના ઘરે આ સમયે ઉત્સવ મનાવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube