લખનઉઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના નેતા રહેલા લાલજી ટંડનનુ નિધન થઈ ગયુ છે. મંગળવારે સવારે તેમના પુત્ર આશુતોષે આ જાણકારી આપી હતી. લાલજી ટંડન ઘણા દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા આ કારણ મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આનંદીબેન પટેલને સોંપવામાં આવ્યો હતો. હવે તેમના નિધન બાદ ઘણા મોટા નેતા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. લાલજી ટંડનના નિધન બાદ યૂપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલજી ટંડનના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે લાલજી ટંડનને તેમની સમાજ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, તેઓ જનતાની ભલાઈ માટે કામ કરનારા નેતા હતા. પીએમ મોદીએ લખ્યુ કે, લાલજી ટંડનને કાયદાકીય મામલાની પણ સારી જાણકારી રહી અને અટલજીની સાથે લાંબો સમય પસાર કર્યો. હું તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરુ છું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube