તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યા વચ્ચે છુટાછેડાના સમાચાર: પરિવારે ખંડન કર્યું
લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના 6 મહિના પહેલા થયેલા લગ્નમાં તિરાડ, એશ્વર્યાનો પરિવાર લાલુ યાદવના ઘરે પહોંચ્યો
પટના: આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના ઘરમાં ચાલી રહેલી ખટપટના સમાચારો પહેલાથી જ આવી રહ્યા હતા. જો કે આ વાત તેજ પ્રતાપ યાદવ અને તેના નાના ભાઇ તેજસ્વી યાદવને મુદ્દે સામે આવી રહી હતી. જો કે હવે લાલુ યાદવનાં ઘરની અંદરથી અલગ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. તેજપ્રતાપ યાદવ પોતાની પત્ની એશ્વર્યા રોય સામે છુટાછેડા લેવાનાં છે. તેમણે એશ્વર્યા સાથે છુટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી.
કહેવાઇ રહ્યું છે કે તેજ પ્રતાપ અને એશ્વર્યા છેલ્લા ચાર મહિના સાથે નથી રહી રહ્યા. આ જ સમાચારો વચ્ચે એશ્ચર્યા પોતાનાં પિતા ચંદ્રિકા રાયની સાથે રાબડી દેવીના આવાસ પહોંચી ગયા છે. બીજી તરફ તેજ પ્રતાપ યાદવ, લાલુને મળવા માટે રાંચી રવાના થવાનાં છે. તેજ પ્રતાપે ઉમાશંકર દ્વિવેદીની કોર્ટમાં છુટાછેડાની અરજી કરી છે.
આ મુદ્દે 29 નવેમ્બરે સુનવણી થશે. મળતી માહિતી અનુસાર તેજપ્રતાપ યાદવ અને તેમની પત્ની એશ્વર્યાની વચ્ચે ઘણા વિવાદો ચાલી રહ્યા છે. ત્યાર બાદ તેજપ્રતાપ યાદવે પોતાની પત્ની સાથે નહી રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તેમણે પોતાની પત્ની એશ્વર્યાને છુટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે. સમાચારો અનુસાર તેજપ્રતાપ યાદવે પટનાના સિવિલ કોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી દીધી છે.
લાલુ પરિવારે છુટાછેડાની વાતને નકારી
છુટાછેડાના સમાચારો વચ્ચે લાલુ પરિવાર દ્વારા આ સમાચારોનુ ખંડન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર લાલુ પરિવારે આ સમાચારોનું ખંડન કરી દીધું. બીજી તરફ આ સમાચાર બાદ પરિવાર સહિત આરજેડીમાં ખલબલી મચી ગઇ છે. જો કે આ મુદ્દે કોઇ મીડિયામાં કંઇ પણ કરવાની સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. બીજી તરફ તેજપ્રતાય યાદવનાં સસરા એશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય પણ લાલુ આવાસ ખાતે પહોંચી ચુક્યા છે. સુત્રોના હવાલાથી સમાચાર છે કે લાલુ યાદવના આવાસ પર ચંદ્રિકા રાયની સાથે એશ્વર્યા પણ પહોંચી ચુક્યા છે. સમાચારો એવા પણ છે કે તેજપ્રતાપ યાદવ લાલુ યાદવને મળવા માટે રાંચી પહોંચી ચુક્યા છે.