Land For Job Scam News: જમીનના બદલામાં નોકરી આપવાના મામલે દિલ્હી કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમની પુત્રી અને આરજેડી સાંસદ મીસા ભારતી તથા અન્ય આરોપીઓને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈએ ધરપકડ કર્યા વગર ચાર્જશીટ દાખલ કરી છે. રાઉજ એવન્યુ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 29 માર્ચે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે સીબીઆઈએ નોકરીના બદલે જમીન કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રીઓ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતી તથા અન્ય 13 વિરુદ્ધ ગત વર્ષ ઓક્ટોબરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 


શું છે આ મામલો
લાલુ પ્રસાદ યાદવ 2004થી 2009 વચ્ચે રેલવે મંત્રી હતા ત્યારે તેમના પરિવારને ભેટમાં જમીન આપીને કે પછી જમીન વેચવાના બદલામાં રેલવેમાં કથિત રીતે ગ્રુપ-ડીની નોકરી સંલગ્ન છે. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકોને મુંબઈ, જબલપુર,  કોલકાતા, જયપુર અને હાજીપુરમાં સ્થિત રેલવેના વિવિધ ઝોનમાં 2004-2009 દરમિયાન ગ્રુપ-ડી પદો પર નિયુક્ત કરાયા અને તેમના બદલામાં તે લોકોને કે તેમના પરિવારના સભ્યોએ પ્રસાદ અને એ કે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના નામ પર પોતાની જમીન આપી. ત્યારબાદ આ કંપનીનું સ્વામિત્વ લાલુ પ્રસાદના પરિવારના સભ્યોએ પોતાના હાથમાં લીધુ હતું. 


પતિ 2 પત્નીમાંથી કોની સાથે રહે? મામલો કોર્ટપહોંચ્યો...જે સમાધાન નીકળ્યું દંગ રહી જશો


એક એવું ગામ, જ્યાં પુત્રીના લગ્ન માટે પહેલી પસંદ હોય છે ભીખારી, ખાસ જાણો કારણ


'શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર હાથ ફેરવવો એ મર્યાદાનું અપમાન નથી'


એવો પણ આરોપ છે કે પટણામાં લાલુ પ્રસાદના પરિવારના સભ્યોએ પાંચ વેચાણ સોદા, બે ભેટ સોદાના માધ્યમથી 1,05,292 વર્ગ ફૂટ જમીન લોકો પાસેથી લીધી. આ માટે વિક્રેતાઓને કેશ ચૂકવણી કરવાનું કહેવાયું. આ જમીનની કિંમત વર્તમાન સર્કિલ રેટ મુજબ 4.32 કરોડ રૂપિયા છે. પરંતુ લાલુ પ્રસાદના પરિવારને આ જમીન ખુબ સસ્તા ભાવે વેચવામાં આવી. આરોપ છે કે નિયુક્તિઓ માટે રેલવે ઓથોરિટી તરફથી બહાર પડેલા દિશા નિર્દેશો અને જરૂરી પ્રક્રિયાઓને બાજુમાં મૂકીને કથિત લાભાર્થીઓની સેવાઓ નિયમિત કરવામાં આવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube