રાંચી : આરજેડી સુપ્રીમો લાલુ યાદવ ચારા ગોટાળા મુદ્દે જેલમાં છે. તેમની સારવાર રાંચી ખાતે રિમ્સ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. જો કે તેમની તબિયતમાં સુધારો થયો છે. જો કે શુક્રવારે ઇશ્યું કરવામાં આવેલ મેડિકલ બુલેટિનમાં તેનું શુગર લેવલ વધારી દીધું. બીજી તરફ લાલુ યાદવે જામીન અરજી અંગે રાંચી હાઇકોર્ટમાં શુક્રવારે સુનવણી થવાની હતી. જો કે તે ટળી ગઇ. હવે અરજી અંગે સુનવણી 11 મેનાં રોજ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયાધીશ અપરેશ કુમાર સિંહની કોર્ટમાં લાલુ યાદવની જામીન અરજી અંગે શુક્રવારે સુનવણી થવાની હતી. અરજી અંગે સુનવણી કરવા માટે યોજનાબદ્ધ પણ કરી લેવામાં આવી હતી. જો કે અહીં અધિવક્તાઓએ હડતાળનાં કારણે સુનવણીને ટાળી દેવામાં આવી છે. હવે જામીન અરજી પર સુનવણી 11 મેનાં રોજ થશે. બીજી તરફ લાલુ યાદવનાં સ્વાસ્થયમાં સુધારની વાત કરવમાં આવી. જો કે અન્ય તમામ વસ્તુઓ નોર્મલ છે. 

રિમ્સનાં અધિક્ષક ડો. એસ.કે ચૌધરીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં લાલુની સારવાર ચાલુ રહેશે. ઘણા કિસ્સાઓમાં લાલુ હવે પણ સ્વસ્થય નથી થયા. માટે લાલુની રજા મુદ્દે ઉઠી રહેલા મુદ્દાને દરકિનાર કરતા કહ્યું કે, ઇનશ્યુલીનનો ડોઝનું હાલનું શુગર લેબલને જોતા એડજેસ્ટ કરવામાં આવશે. 

રિમ્સ હોસ્પિટલમાં 6 ડોક્ટર્સની ટીમ લાલુ પ્રસાદની સારવાર કરી રહ્યા છે. તેમણે હૃદય, કીડની અને ડાયાબિટિસ સહિત 15 બીમારીઓ છે. લાલુને હોસ્પિટલમાંથી રજા અંગે કહેવામાં આવ્યું કે, લાલુનાં શુગર લેવલ સ્ટેબલ થયા બાદ મેડિકલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.