નવી દિલ્હીઃ ચારા કૌભાંડમાં જામીન મળ્યા બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ લાલૂ યાદવ દિલ્હીમાં પુત્રી મીસા ભારતીના ઘરે પહોંચ્યાં છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે થોડા દિવસ દિલ્હીમાં જ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટના જવા અંગે આપ્યું નિવેદન
એમ્સમાંથી રજા મળ્યા બાદ લાલૂ યાદવે કહ્યુ- હમે મને સારૂ છે અને ડોક્ટરોએ રજા આપી દીધી છે. એક સપ્તાહ બાદ ફરી ડોક્ટરોએ મને બોલાવ્યો છે, જો બધુ બરાબર રહેશે તો હું પટના જઈશ. દેશમાં ચાલી રહેલાં લાઉડસ્પીકર વિવાદ પર કહ્યું કે ભાજપ દેશને વિભાજીત કરવાનું કામ કરી રહી છે. 


નીતીશ પર શું બોલ્યા લાલૂ યાદવ
જાતીય  વસ્તી ગણતરીની તેજસ્વી યાદવની માંગ પર લાલૂ પ્રસાદ યાદવે કહ્યુ કે, જાતીય જનગણના થવી જોઈએ. મહત્વનું છે કે તેજસ્વી યાદવે કહ્યુ હતુ કે બિહારમાં જાતીય જનગણના નહીં થાય તો અમે દેશના બીજા રાજ્યમાં થવા દેશું નહીં. ઇફ્તાર પાર્ટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એક સાથે આવવા પર લાલૂ યાદવે કહ્યુ કે, આ સારી વાત છે, પરંતુ અમે નથી ઈચ્છતા કે બંને વ્યક્તિ એક સાથે રાજનીતિમાં આવે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું- બે સપ્તાહમાં જાહેર કરો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ  


પ્રશાંત કિશોર પર કર્યો પ્રહાર
મહત્વનું છે કે તેજપ્રતાપ યાદવે કહ્યુ હતુ કે નીતીશ કુમાર સાથે વાત થઈ ચુકી છે અને તે જલદી અમારી સાથે આવશે. તેના પર લાલૂ યાદવે કહ્યુ કે, તેજપ્રતાપ મારો મોટો પુત્ર છે અને ગું પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, હું નક્કી કરીશ શું કરવાનું છે. પ્રશાંત કિશોર પર લાલૂ યાદવે કહ્યુ કે, તેમણે આખા દેશમાં ફરી લીધુ કોઈ ભાવ ન મળ્યો તો  પોતાના પ્રદેશમાં પરત આવ્યા પરંતુ અહીં કોઈ મહત્વ મળશે નહીં. '


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube