મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે કહ્યું- બે સપ્તાહમાં જાહેર કરો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને બીએમસી સહિત અન્ય બાકી લોકલ બોડી ઇલેક્શનની તારીખો બે સપ્તાહની અંદર જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારને સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી ટાળવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં મોટો ઝટકો લાગ્યો છે. સર્વોચ્ચ કોર્ટે બીએમસી અને બીજી સ્થાનીક સ્વરાજ્યની બાકી ચૂંટણીની તારીખો બે સપ્તાહમાં જાહેર કરવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રની ઠાકરે સરકારે ઓબીસી અનામતને મંજૂરી મળ્યા બાદ ચૂંટણીની વાત કહી હતી. કોર્ટે કહ્યું કે આ આદેશની બંધારણીયતા પર પછીથી સુનાવણી કરવામાં આવશે.
મહત્વનું છે કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં પંચાયત ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનું નોટિફિકેશન રદ્દ કરી દીધુ હતું. કોર્ટે કહ્યું કે, જરૂરી આંકડા ભેગા કર્યા વગર રાજ્યમાં અનામત આપી દેવામાં આવી. જાન્યુઆરી મહિનામાં ઉદ્ધવ સરકારે કહ્યું કે રાજ્યમાં અતિ પછાતવર્ગના આંકડા પ્રમાણે પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામતનો પર્યાપ્ત આધાર છે. તેથી કોર્ટ પોતાનો આદેશ પરત લે. પરંતુ કોર્ટે આ આંકડાને ક્ષતિપૂર્ણ ગણાવતા નકારી દીધા હતા. સુપ્રીમે ઓબીસી અનામત લાગૂ થવા સુધી ચૂંટણી ટાળવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.
આજે રાહુલ રમેશ વાધ સહિત અન્ય લોકોની અરજી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ એમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચમાં સુનાવણી માટે લાગી હતી. સુનાવણી દરમિયાન કોર્ટને ધ્યાને તે વાત આપી કે પરિસીમન સહિત કેટલાક મુદ્દા પર મહારાષ્ટ્રના નવા આદેશોને કારણે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી રોકાયેલી છે.
તો રાજ્ય ચૂંટણી પંચે કોર્ટમાં એફિડેવિડ દાખલ કરીને કહ્યું કે, ચોમાસા બાદ ચૂંટણી સંભવ થશે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, ચૂંટણી ટાળવી યોગ્ય નથી. ત્યારબાદ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને બે સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે