પટણા: બિહાર (Bihar)ના ભૂતપૂર્વ ડે.સીએમ અને ભાજપના નેતા સુશીલ મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર જેલમાંથી ફોન કરીને બિહારની સરકાર પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે એક ઓડિયો ક્લિપ પણ બહાર  પાડી છે. જેમાં લાલુ પ્રસાદ યાદવ, ભાજપ ધારાસભ્ય લલન પાસવાન સાથે વાત કરતા મંત્રી પદની ઓફર કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશીલ મોદીએ ઓડિયો ક્લિપ શેર કરીને ટ્વિટર પર લખ્યું કે, 'લાલુ યાદવે દેખાડી પોતાની અસલિયત. લાલુ યાદવ દ્વારા NDAના ધારાસભ્યને બિહાર વિધાનસભા અધ્યક્ષ માટે થનારી ચૂંટણીમાં મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવાના માટે લાલચ આપતા..' ઓડિયો ક્લિપમાં લાલુ યાદવે ધારાસભ્યનું પૂરેપૂરું નામ નથી લીધુ અને તેમને પાસવાનજી કહીને સંબોધન કર્યું છે. જો કે કહેવાય છે કે તેમણે ભાજપના ધારાસભ્ય લલન પાસવાનને ફોન કર્યો હતો. 


શું છે ઓડિયો ક્લિપમાં
ઓડિયો ક્લિપમાં સૌથી પહેલા લાલુ યાદવના પીએનો અવાજ આવે છે. જે વિધાયક સાથે વાત કરવા માટે કહે છે. તેમણે કહ્યું કે વિધાયકજીને ફોન આપો, સાહેબ વાત કરશે, માનનીય લાલુ પ્રસાદ યાદવ. આગળ લાલુ યાદવના પીએએ કહ્યું કે તેઓ રાંચીથી વાત કરે છે. 


લાલુ યાદવ-ધારાસભ્ય વચ્ચે શું થઈ વાત
લાલુ યાદવ- પાસવાનજી અભિનંદન.
વિધાયક- જી પ્રણામ. ચરણ સ્પર્શ.
લાલુ- અમે લોકો તમને આગળ વધારીશું. કાલે સ્પીકરની ચૂંટણીમાં અમારો સાથ આપો. અમે સરકાર પાડી દઈશું અને તમને મંત્રી બનાવીશું.
વિધાયક- હું પાર્ટીમાં છું સર.
લાલુ- પાર્ટીમાં છો તો એબ્સન્ટ થઈ જાઓ. કહી દો કે કોરોના થઈ ગયો હતો. સ્પીકર ફરીથી અમારા થશે તો બધુ જોઈ લઈશું. 
વિધાયક- તમારા ધ્યાનમાં હશે જ ચહેરો, અમે વાત કરીશું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube