Luxury Cars: લેમ્બોર્ગિનીએ ભારતમાં 2023માં કાર વેચવાનો જે ટાર્ગેટ રાખ્યો હતો, તે એક મહિનામાં જ સિદ્ધ થઈ ગયો છે. વર્ષ 2023ની હજુ માત્ર શરૂઆત થઈ છે ત્યારે લેમ્બોર્ગિનીએ આખા વર્ષનું વેચાણ બૂક કરી નાખ્યું છે. ભારતમાં આ કરોડો રૂપિયાની કાર ખરીદતા લોકોની ઉંમર 30થી 40 વર્ષની વચ્ચે છે. ખાસ કરીને ઉદ્યોગપતિઓ આ કાર ખરીદે છે. ઈટાલિયન લક્ઝરી કાર ઉત્પાદક કંપની લેમ્બોર્ગિનીને ભારતમાં ધારણા કરતા ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ કારની કિંમત ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ ભારતમાં તેના ખરીદદારોની કોઈ કમી નથી. લેમ્બોર્ગિનીએ 2023માં ભારતમાં જે કાર વેચવાનો ટાર્ગેટ રાખ્યો હતો, તેટલું વેચાણ માત્ર એક મહિનામાં થઈ ગયું છે. વર્ષ 2023ની હજુ માત્ર શરૂઆત થઈ છે ત્યારે લેમ્બોર્ગિનીએ જણાવ્યું કે આખા વર્ષનું વેચાણ ઓલરેડી બૂક થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેમ્બોર્ગિનીના જાણીતા મોડેલમાં Huracan સ્પોર્ટ્સ કાર અને Urus SUVનો સમાવેશ થાય છે. કંપનીની ગણતરી હતી કે 2023માં ભારતમાં 100 કાર વેચવી, પરંતુ હજુ ફેબ્રુઆરીના 10 દિવસ થયા ત્યાં આખા વર્ષની કાર બૂક થઈ ગઈ. હવે કંપનીએ માત્ર કાર ડિલિવર કરવાની છે. લેમ્બર્ગિનીના એશિયા પેસિફિક ડિરેક્ટર ફ્રાન્સેસ્કોએ જણાવ્યું કે ભારતમાં ટોચના બિઝનેસમેન અને અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (UHNIs) આ કાર ખરીદવા માટે લાઈન લગાવે છે. વિશ્વભરમાં કોવિડે વિદાય લીધા પછી અલ્ટ્રા લક્ઝરી કારની માંગમાં વધારો થયો છે. સુપર લક્ઝરી કાર ઉત્પાદકો માટે આ એક ગોલ્ડન પિરિયડ છે.



આ પણ વાંચો:
ZEE Media ના સ્ટિંગ ઓપરેશન Game Over બાદ ચેતન શર્માની પણ થઈ ગઈ 'ગેમ ઓવર'
સ્ટિંગ ઓપરેશનમાં કોહલી-ગાંગુલી વિશે એ ખુલાસો...જેણે ક્રિકેટ જગતમાં મચાવી દીધો હડકંપ
શનિ-સૂર્યની યુતિને કારણે આ રાશિના જાતકો બનશે કરોડપતિ, થશે અનેક ફાયદા


સુપર લક્ઝરી કાર માટે ભારતને વોલ્યુમની દૃષ્ટિએ મોટું માર્કેટ ગણવામાં આવતું નથી, પરંતુ ગ્રોથનો દર ઘણો સારો છે. 2022માં ભારતમાં 90 લેમ્બોર્ગિની વેચાઈ હતી જ્યારે ચીનમાં 1000 કારનું વેચાણ થયું હતું. પરંતુ ટકાવારીની રીતે જોવામાં આવે તો અલ્ટ્રા લક્ઝરિયસ કારની માંગમાં 30 ટકાનો વધારો થયો છે. વિશ્વભરમાં લક્ઝરી કારના વેચાણ વિશે લેમ્બર્ગિનીના અધિકારી જણાવે છે કે અમારા બિઝનેસમાં 18 મહિનાના ઓર્ડર બૂક હોય છે. 2023માં જે ઉત્પાદન કરવાનું હતું તે બધું વેચાઈ ગયું છે. હવે 2024માં જે કારનું ઉત્પાદન થવાનું છે તેનું બુકિંગ ચાલે છે. ડેઈલી ઓર્ડર બૂકીંગ વધી રહ્યુ છે.


ભારતમાં કોણ લક્ઝરી કાર ખરીદે છે
ભારતમાં સુપર લક્ઝરી કાર ખરીદતા ગ્રાહકોની પ્રોફાઈલ જણાવતા લેમ્બોર્ગિનીએ જણાવ્યું કે 30થી 40 વર્ષની વયજૂથના લોકો આ કારને વધારે પસંદ કરે છે. અમારા 99 ટકા ગ્રાહકો બિઝનેસના બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેઓ બોડી કલર, લેધર, પર્સનલ સ્ટાઈલિંગ વગેરે માટે પોતાની કારને કસ્ટમાઈઝ કરાવે છે.


ભારતમાં હજુ કઈ સમસ્યા છે
લેમ્બર્ગિનીના અધિકારીએ જણાવ્યું કે ભારતમાં રોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સુધારવાની જરૂર છે. આ ઉપરાંત ભારતમાં ઈમ્પોર્ટ ડ્યૂટી પણ બહુ ઉંચી છે. ભારતમાં બધી જગ્યાએ સુપર સ્પોર્ટ્સ કારને બહુ સાવધાનીથી ચલાવીને લઈ જવી પડે છે. જ્યારે ચીનમાં રોડની કંડિશન બહુ જોરદાર છે.


આ પણ વાંચો:
Weather Update: આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMD એલર્ટ જારી
છટણી બાદ ગૂગલમાં બમ્પર ભરતી! કંપનીને આ કર્મચારીઓની સૌથી વધુ જરૂર; મળશે લાખોનો પગાર
તમે પૌત્રની નજર ઉતારનારા દાદી માનો વીડિયો જોયો કે નહીં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube