તમે પૌત્રની નજર ઉતારનારા દાદી માનો વીડિયો જોયો કે નહીં, સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ

Amazing video: હાલના સમયમાં દુનિયા ઘણી ઝડપથી વિકાસ કરી રહી છે. જેના કારણે દુનિયાના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જેથી દરેક અશક્ય વસ્તુ પણ શક્ય બનતી જોવા મળી રહી છે.  જોકે હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક બીમારીની સારવાર ઘરેલુ નુસખાથી કરવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા પોતાના પૌત્રની નજર ઉતારતી દેખાય છે.

તમે પૌત્રની નજર ઉતારનારા દાદી માનો વીડિયો જોયો કે નહીં, સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ

Amazing video: હાલના સમયમાં દુનિયા ઘણી ઝડપથી વિકાસ કરી રહી છે. જેના કારણે દુનિયાના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જેથી દરેક અશક્ય વસ્તુ પણ શક્ય બનતી જોવા મળી રહી છે.  મેડિકલ ક્ષેત્રમાં વિકાસની હરણફાળના કારણે આજના સમયમાં મોટામાં મોટી બીમારીની સારવાર શક્ય બની છે. જોકે હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક બીમારીની સારવાર ઘરેલુ નુસખાથી કરવામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલા પોતાના પૌત્રની નજર ઉતારતી દેખાય છે. જેને જોઈને યૂઝર્સ પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વારંવાર દવા લીધા પછી પણ જ્યારે દીકરાને આરામ મળતો નથી. ત્યારે તેની દાદા મા અનોખો માર્ગ પસંદ કરે છે.

— Mahant Adityanath 2.0🦁 (Parody) (@MahantYogiG) January 31, 2023

પૌત્રની નજર ઉતારી રહ્યા છે દાદી મા:
વીડિયોને સોશિયલ મીડિયા પર @MahantYogiG નામની પ્રોફાઈલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતાં  કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ માતા છે સાહેબ, જે ક્યારેય હાર માનતી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે દાદી મા પોતાના ચૂલ્હાની પાસે બેસીને હાથમાં કંઈક રાખીને પૌત્રની ચારેબાજુ ફેરવીને તેને ચૂલ્લામાં નાંખી દે છે. જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે દાદી મા પોતાના નુસખાનો ઉપયોગ કરીને પૌત્રની નજર ઉતારી રહી છે. 

યૂઝર્સને બહુ પસંદ આવી રહ્યો છે વીડિયો:
હાલ તો વીડિયો સામે આવતાં  લોકો સોશિયલ મીડિયામાં તેને વાયરલ કરી રહ્યા છે. સમાચાર લખતાં સુધી તેને 7 લાખથી વધારે વ્યૂઝ અને 36 હજારથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. વીડિયો પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરતાં પોતાના બાળપણ અને દાદીના પ્રેમને યાદ કરી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરી લખ્યું કે મારી દીકરી 22 વર્ષની છે. અને એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. છતાં પણ મારી માતા દરરોજ બીજા દિવસે આવું જ કરે છે. એક અન્ય વ્યક્તિએ લખ્યું કે કેટલા પ્રેમથી બાળકો માતાનો વિશ્વાસ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news