નવી દિલ્હી: દેશભરમાં ગણતંત્ર દિવસ (Republic Day 2019)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આજે સમગ્ર દેશ 70માં ગણતંત્રની ઉજવણીમાં ડબ્યો હતો. ઇન્ડિયા ગેટ પર સ્થિત અમર જવાન જ્યોત પર પ્રધાનમંત્રીએ પુષ્પાંજલી અર્પણ કરી પરેડની શરૂઆત કરી હતી. પરેડની શરૂઆતની સાથે જ ઝાંખીઓનો દોર શરૂ થઇ ગયો હતો. ભારતીય સેનાની શક્તિ ઉપરાંત રાજ્યો અને સંસ્કૃતિઓના રંગ રાજપથ પર આજે સમગ્ર દુનિયા જોઇ રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કર્ણાટકના CM બોલ્યા- BJPનું ઓપરેશન લોટસ ચાલુ, યેદુરપ્પાએ આરોપ નકાર્યો


રાજપથ પર દેશની શક્તિ દેખાડવામાં આવી હતી. તે દરમિયાન સેનામાં સામેલ નવા હથિયારો તેમજ દુશ્મનને માત આપનાર હથિયારો પણ દુનિયાને દેખાડવામાં આવ્યા હતા. આ સાથે જ દેશના વીર જવાનોને રાજપથ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજપથ પર શહીદ લાંસ નાયક નઝીર અહમદ વાણીના મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.


વધુમાં વાંચો: 70th Republic Day: રાજપથ પર અદ્ભુત નજારો, દુનિયાએ નિહાળી ભારતની શક્તિ


Republic day 2019: અમર જવાન જ્યોત પર PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલી


આતંકનો રસ્તો છોડી, સેનામાં થયા સામેલ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પોતાનો જીવન ગુમાવનારા લાંસ નાયક નાઝીર અહમદ વાણીની વાર્તા રસપ્રદ છે. નઝીર અહમદ વાણી પહેલા આતંકવાદી હતા, પરંતુ જ્યારે તેમને આ વાતનો અહેસાસ થયો તો તેણે દેશ વિરોધી શક્તિ સાથે સંબંધ તોડી દીધો હતો. ત્યારબાદ તેઓ ભારતીય સેનામાં સામેલ થઇ રાષ્ટ્ર સેવામાં લાગ્યા હતા.


વધુમાં વાંચો: આ ચાવાળો છે કંઇક અલગ: PM પહોંચ્યા હતા તેને મળવા, હવે મળ્યું આટલું મોટું સન્માન


અધિકારીઓના જણાવ્યા અનુસાર, 39 વર્ષીય વાણી કુલગામના અશ્મુજીના રહેવાસી હતા. તેઓ 25 નવેમબ્રે ભીષણ એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા. શરૂઆતમાં આતંકવાદી રહેલા વાણી બાદમાં હિંસાનો રસ્તો છોડી મુખ્યધારમાં પરત ફર્યા હતા. તેઓ 2004માં સેનામાં સામેલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, વાણી દક્ષિણ કાશ્મીરમાં ઘણા આતંકવાદ રોધી અભિયાનમાં સામેલ રહ્યાં હતા. જે એન્કાઉન્ટરમાં શહીદ થયા, તે સમયે તેઓ 34 રાષ્ટ્રીય રાયફલ્સનો ભાગ હતા. આ ઉપરાંત તેઓ જમ્મૂ કાશ્મીર લાઇટ ઇન્ફ્રેન્ટ્રી રેજિમેન્ટમાં પણ રહી ચુક્યા હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...