નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓએ ગૃહમંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનના ઈશારા પર આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાએ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ અને ગોરખપુરમાં પોતાનો બેઝ બનાવ્યો છે. આ સાથે જ તેણે નેપાળ અને ઉત્તર પ્રદેશની નજીકના મેદાની વિસ્તારોમાં પોતાની ગતિવિધિ વધારી દીધી છે. રિપોર્ટ અનુસાર ગોરખપુર અને ફૈઝાબાદથી તેઓ પોતાના આતંકવાદી સંગઠનમાં લોકોની ભરતી કરવાનું આયોજન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લૂસિવ માહિતી અનુસાર ઉમર મદનીએ નેપાળના કપિલવસ્તુમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે, જેથી ત્યાં રહીને લોકોને પોતાના ગ્રૂપ સાથે જોડી શકે અને ભારતીય સુરક્ષા એજન્સીની નજરથી બચી શકે. ગૃહ મંત્રાલયને મળેલી માહિતી મુજબ ઉમર મદની આ વર્ષે માર્ચમાં કોલકાતા પણ ગયો હતો અને છેલ્લા કેટલાક દિવસ દરમિયાન બિહારના દરભંગાની પણ અનેક વખત મુલાકાત લઈ ચૂક્યો છે. 


લશ્કરની નજર યુપીના મદ્રેસાઓમાં ભણતા મુસ્લિમ યુવકો પર છે, જેથી તે તેમનું બ્રેઈનવોશ કરીને પોતાના ગ્રુપ સાથે જોડી શકે. કેન્દ્રીય સુરક્ષામાં તૈનાત એક અધિકારીના અનુસાર, છેલ્લા કેટલાક મહિનાથી લશ્કર પોતાનું નેટવર્ક ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં મજબૂત કરવા માગે છે. 


અનંતનાગમાં મોટો આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર


ઉમર મદનીને લશ્કરે ટાસ્ક આપી છે કે, તે ગોરખપુર, ફૈઝાબાદ અને દરભંગાના યુવકોની ભરતી કરીને ઝકાતના બહારને પાકિસ્તાન મોકલે. ત્યાર પછી પાકિસ્તાનમાં બનેલા ટેરર કેમ્પ્સમાં તેમને આતંકી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવશે અને પછી ભારત પરત મોકલવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે આતંકવાદી હુમલામાં તેમનો ઉપયોગ કરી શકાય. 


ગૃહમંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, અમારી એજન્સી હાલ એ તપાસ કરી રહી છે કે ઉમર મદનીના સંપર્કમાં કેટલા લોકો છે અને તેણે અત્યાર સુધી કેટલાક મદ્રસાની મુલાકાત લીધી છે. સાથે જ તેણે કેટલા યુવકોને પાકિસ્તાન મોકલ્યા છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...