અનંતનાગમાં મોટો આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં બુધવારે આતંકવાદીઓને સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા જ્યારે ત્રણ ઘાયલ થઇ ગયા. શહીદ સુરક્ષા કર્મચારીઓની ઓળખ હરિયાણા નિવાસી એએસઆઇ રમેશ કુમાર, અસમ નિવાસી એએસઆઇ નિરોધ શર્મા, ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર નિવાસી સતેન્દ્ર કુમાર, ગાઝીપુર નિવાસી મહેશ કુમાર કુશવાહા, મધ્યપ્રદેશ દેવાસ નિવાસી સંદીપ યાદવ તરીકે થઇ છે. 

અનંતનાગમાં મોટો આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં બુધવારે આતંકવાદીઓને સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા જ્યારે ત્રણ ઘાયલ થઇ ગયા. શહીદ સુરક્ષા કર્મચારીઓની ઓળખ હરિયાણા નિવાસી એએસઆઇ રમેશ કુમાર, અસમ નિવાસી એએસઆઇ નિરોધ શર્મા, ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર નિવાસી સતેન્દ્ર કુમાર, ગાઝીપુર નિવાસી મહેશ કુમાર કુશવાહા, મધ્યપ્રદેશ દેવાસ નિવાસી સંદીપ યાદવ તરીકે થઇ છે. 

મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ કહ્યું, 'સમયસર ઓફિસ પહોંચો, ઝડપથી ફાઈલનો નિકાલ લાવો'
આ ઉપરાંત રાજેન્દ્ર ઇંગલે, પ્રેમચંદ કૌશીક અને કેદારનાથ ઓઝા ઘાયલ થઇ ગયા, જેમની સારવાર ચાલી રહી છે. આ એનકાઉન્ટરમાં જવાનોએ 2 આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા. મળતી માહિતી અનુસાર અનંતનાગમાં બાઇક પર આવેલા 2 નકાબપોશ આતંકવાદી આવ્યા અને સીઆરપીએફ અને પોલીસ દળનાં જવાનો પર તાબડતોબ  ફાયરિંગ ચાલુ કરી દીધું.

આ ફાયરિંગ એસએચઓ સદર અનંતનાગ ઇંસ્પેક્ટર ઇરશાદ ગંભીર રીતે ઘાયલ છે, તેમને છાતીમાં ગોળી લાગી છે. ડોક્ટરે તેમને શ્રીનગર હોસ્પિટલ રિફર કરી દીધા છે. આ આતંકવાદી હુમલામાં મહિલા ઘાયલ છે. જ્યારે આ ગોળીબારમાં એક આતંકવાદી ઠાર મરાયો છે, બીજી તરફ બીજા આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news