નવી દિલ્હી : 30 જાન્યુઆરી, 1948નો દિવસ એટલે રાષ્ટ્રપિતાએ દેશ માટે આપેલી પોતાના જીવનની આહુતિનો દિવસ. આ દિવસે દેશના લાડીલા બાપુ મહાત્મા ગાંધીને નથુરામ ગોડસેએ ત્રણ ગોળીઓ મારી હતી જેના પગલે તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી. 30મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ‘ગાંધી નિર્વાણ દિન’ અને ‘શહીદ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધીની પુણ્યતિથી, દુનિયામાં આજે પણ બાપુના વિચારો જીવંત


૩૦ જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઇ હતી. હત્યારા નથુરામ ગોડસેએ બાપુને ૩ ગોળી મારી તેમના જીવનનો અંત લાવી દીધો હતો. ગાંધીજી પોતાની નિયમિત જીવનચર્યા માટે જાણીતા હતા અને તેમના જીવનનો છેલ્લો દિવસ પણ પ્રવૃત્તિથી ધમધમતો હતો.


કેવો હતો ગાંધીજીનો અંતિમ દિવસ?


મળસ્કે ૩.૩૦ : પ્રભાત સ્મરણ 
સવારે 3.45 : પ્રાતઃક્રિયા પતાવી પ્રાર્થનામાં સામેલ.
સવારે 4.30 :પાછલી રાતે પોતે લખેલ કોંગ્રેસનાં બંધારણમાં સુધારો-વધારો કર્યો
સવારે 4.45 : મધમિશ્રિત લીંબુનો રસ લીધો. એ પછી વાંચન.


સવારે 5.45 : સંતરાનો રસ પીને અડધો કલાક આરામ કર્યો.
સવારે 6. 15 : ટપાલમાં આવેલા પત્રોનો જવાબ આપ્યો.
સવારે 7.00 : અમેરિકા જઈ રહેલા રાજન નહેરુને મુલાકાત આપી અને સ્નાનક્રિયા.
સવારે 9.30 : હળવો નાસ્તો.


સવારે 10.30 : તબિયત ઠીક ન લાગતાં આરામ માટે ખંડમાં ગયા.
બપોરે 12.00 : ઊઠયા અને ફરી ગરમ પાણીમાં લીંબુનો રસ લીધો.
બપોરે 12.30 : દિલ્હીના એક પરિચિત ડોક્ટર સાથે નર્સિંગહોમ અને અનાથાશ્રમ ખોલવા અંગે ચર્ચા કરી.
બપોરે 1.30 : દિલ્હીનાં કોમી રમખાણો અંગે બ્રિજકિશોર સાથે વાતચીત કરી.


બપોરે 2.15 : વિવિધ પ્રતિનિધિમંડળોને મુલાકાત આપી.
બપોરે 3.15 : ફ્રાન્સના એક તસવીરકારે એમના ફોટાનું એક આલબમ ભેટ આપ્યું.
સાંજે 4.00 : સરદાર વલ્લભભાઈ પટેલ ચર્ચા વિચારણા.
સાંજે 5.05 : સાંજની પ્રાર્થનાસભામાં જવા માટે રવાના.


સાંજે 5.16 : નથુરામ ગોડસેએ ૩૮ બેરેટા સેમિઓટોમેટિક પિસ્તોલ દ્વારા ત્રણ ગોળીઓ તેમની છાતી પર ધરબી દીધી.
સાંજે 5.17 : ગાંધીજીએ બિરલા હાઉસની લોનમાં ‘હે રામ’ કહેતાં દેહ છોડયો.
સાંજે 5.40 : વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સત્તાવાર રીતે ગાંધીજીના મૃત્યુની જાહેરાત કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...