2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ
આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ છે. આ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે, ગુરૂ પૂર્ણિમાના દિવસ પર ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. એટલા માટે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી: આજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવ છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ છે. આ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે, ગુરૂ પૂર્ણિમાના દિવસ પર ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. એટલા માટે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે.
વધુમાં વાંચો:- આજે ચંદ્રગ્રહણ પણ ગુજરાતનું એકમાત્ર આ મંદિર ખુલ્લુ રહેશે, રાત્રિ દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકાશે
આ ચંદ્રગ્રહણ વર્ષ 2019નું બીજુ ચંદ્રગ્રહણ હશે. ભારતીય સમય અનુસાર 16 જુલાઇ મંગળવાર રાત્રે 1:30 વાગ્યાથી શરૂ થશે, જે બુધવાર વહેલી સવારે 4:30 સુધી પ્રભાવી રહસે. વર્ષના બીજા ચંદ્રગ્રહણને સમગ્ર ભારતમાંથી જોઇ શકાશે. આ પહેલા 12 જુલાઇ 1870માં આ સંયોગ બન્યો હતો. જ્યારે ગુરૂ પૂર્ણિમા તેમજ ચંદ્રગ્રહણ એક સાથે હતું.
વધુમાં વાંચો:- Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’
4 વાગ્યા સુધી કરી શકાશે ગુરૂ પૂજા
16 જુલાઇની મોડી રાતથી થનાર ચંદ્રગ્રહણના કારણે 9 કલાક પહેલા સૂતક લાગી જશે, જેના કારણે ગુરૂ પૂજન સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવી શકશે.
વધુમાં વાંચો:- ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત
આ છે ચંદ્રગ્રહણ જોવા માટે સૌથી યોગ્ય સમય
પૃથ્વીનો પડછાયો ચંદ્રને 65 ટકા ભાગ મધરાત્રે 03:01 વાગે પડી રહ્યો હશે. તે સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હશે. આ ચંદ્ર ગ્રહણને જોવાનો સૌથી યોગ્ય સમય હશે.
વધુમાં વાંચો:- ચંદ્રયાનનું લોન્ચિંગ અટકાવવાનાં ઇસરોનાં નિર્ણયના વૈશ્વિક સ્તર પર થઇ રહ્યા છે વખાણ
સંપૂર્ણ રીતે સુરક્ષિત
દેબી પ્રસાદના અનુસાર ચંદ્રગ્રહણને નગ્ન આંકોથી જોવું સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ જોવા માટે દુરબીનની જરૂરીયાત નથી. જોકે, દુરબીનથી આ ચંદ્રગ્રહણ વધુ સારી રીતે જોઇ શકાય છે.
વધુમાં વાંચો:- કુમાર સ્વામી માટે નવુ સંકટ, રિસોર્ટ સ્ટેથી કંટાળ્યા કોંગ્રેસ-JDS ધારાસભ્યો
વર્ષ 2019નું છેલ્લું ચંદ્રગ્રહણ
વર્ષ 2019માં કુલ પાંચ ગ્રહણ હતા. જેમાં ત્રણ સૂર્યગ્રહણ તથા બે ચંદ્રગ્રહણ સામેલ છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 6 જાન્યુઆરી તથા બીજું સૂર્યગ્રહણ 2 જુલાઇ યોજાયું હતું. જ્યારે 26 ડિસેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ યોજાશે. આ ઉપરાંત 21 જાન્યુઆરીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ યોજાઇ ચુક્યું છે.
જુઓ LIVE TV