ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત

બિહાર, આસામ સહિત ઉત્તર પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. માત્ર આસામ અને બિહારમાં 49થી વધારે લોકોના મોત થયા છે. ત્રિપુરા અને આસામમાં ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે.

ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત

નવી દિલ્હી: બિહાર, આસામ સહિત ઉત્તર પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. માત્ર આસામ અને બિહારમાં 49થી વધારે લોકોના મોત થયા છે. ત્રિપુરા અને આસામમાં ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. બિહારમાં 34 અને આસામમાં 15 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ચેન્નાઇમાં લાંબા વિલંબ બાદ વાદળો વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જણાવી દઇએ કે, ચેન્નાઇ સહિત તમિલનાડુના મોટા ભાગમાં દુષ્કાળ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

— ANI (@ANI) July 15, 2019

આસામમાં લાખો લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. હજારો લોકોને રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. આ હાલ ત્રિપુરામાં પણ જોવા મળી રહ્યાં છે. આસામના કાજીરંગા નેશનલ પાર્ક પૂરના પાણીમાં ડૂબી ગયો છે. જેના કારણે ત્યાંના વન્યજીવન સામેની કટોકટી ઉભરી આવી છે.

— ANI (@ANI) July 15, 2019

બિહારમાં પૂરથી 34 લોકોના મોત, મુખ્યમંત્રીએ કર્યું હવાઇ સર્વેક્ષણ
બિહારના જે વિસ્તારોમાં પૂરની સૌથી વધારે અસર જોવા મળી રહી છે, તેમાં અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા, શિવહર, સીતામઢી, પૂર્વ ચંપારણ, મધુબની, મુઝફ્ફરપુર, પૂર્ણિયા અને સહરસા જિલ્લો પણ સામેલ છે. સત્તાવાર રિપોર્ટ અનુસાર, રાજ્યના 77 બ્લોક્સની 546 પંચાયતોના 25 લાખથી વધારે લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

— ANI (@ANI) July 15, 2019

નેપાળથી આવનારી નદીઓનું જળ સ્તર વધતુ જઇ રહ્યું છે. બિહાર જળ સંસાધન વિભાગનાના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહએ સોમવારે જણાવ્યું હતું કે, બાગમતી ઢેંગ, સોનાખાન, ડૂબાધાર, કનસાર, અને બેનીબાદમાં ખતરાના નિશાનથી ઉપર નદીઓના પાણી વહી રહ્યાં છે. રાહત અને બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 26 ટીમો કામ પર લગાવી દીધી છે.

— ANI (@ANI) July 15, 2019

આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં 196 રાહત શિબિર સ્થાપિત કરવામાં આવ્યા છે. મુઝફ્ફરપૂર જિલ્લામાં બાગમતીના પાણીથી કટરા તેમજ ઔરાઇમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બે હજારથી વધારે ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પૂર્વ ચંપારણના નવ વિસ્તારોમાં પાણી ઝડપથી પ્રવેશી રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં નદીઓનું જળ સ્તર ખતરાના નિશાને પાર
ઉત્તર પ્રદેશમાં ઘણા જિલ્લામાં નદીઓનું જળ સ્તર ખતરાના નિશાનને પાર કરી ચુક્યું છે. આ કારણે સૂબેના ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. રાજ્યની મુખ્ય નદિઓના પાણી ખતારના નિશાનથી ઉપર વહી રહ્યાં છે. લખીમપુર, ખીર, પલિયાં, કલાથી વહેતી શારદા નદીમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ નદી ખતરાના નિશાનને પાર કરી 154.290 મીટર સુધી પહોંચી ગઇ છે. અહીં ઘણાં ગામો પાણીમાં ડૂબી ગયા છે. લોકો બચવા માટે સુરક્ષિત સ્થળો પર જઇ રહ્યાં છે.

બલરામપુર અને શ્રાવસ્તી જિલ્લામાં રાપ્તી નદી રવિવારે જ ખતરાના નિશાનને પાર કરી ગઇ છે. બલરામપુર નદીનું જળ સ્તર લાલ નિશાનથી 29 સેમી, તો શ્રાવસ્તીમાં 80 સેમી ઉપર પાણી વહી રહ્યું છે. નદી પ્રતિ કલાક બે સેમીની ગતીથી વધી રહી છે. નદીના કાંઠે લગભગ ત્રણ ડઝનથી વધુ ગામડાઓમાં પૂરના પાણી ઘેરાઇ ગયા છે. એક ડઝન ગામ એવા છે જેમાં પાણી ઘૂસી ગયા છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news