ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને દફનાવવામાં આવી, યુપી સરકારના બે મંત્રીઓ રહ્યાં હતાં હાજર
ઉન્નાવ (Unnao) દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આજે તેમના ગામમાં કરી દેવામાં આવ્યાં. કડક સુરક્ષા વચ્ચે મૃતદેહને ગામની બહાર એક ખેતરમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાણી વરુણ પણ હાજર રહ્યાં હતાં. પીડિત પરિવારને દરેક ડગલે સરકાર સાથે હોવાનું આશ્વાસન પણ આપ્યું.
ઉન્નાવ: ઉન્નાવ (Unnao) દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આજે તેમના ગામમાં કરી દેવામાં આવ્યાં. કડક સુરક્ષા વચ્ચે મૃતદેહને ગામની બહાર એક ખેતરમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાણી વરુણ પણ હાજર રહ્યાં હતાં. પીડિત પરિવારને દરેક ડગલે સરકાર સાથે હોવાનું આશ્વાસન પણ આપ્યું.
ઉન્નાવ: યોગી સરકારની પીડિતાના પરિજનોને 25 લાખ નાણાકીય મદદ અને ઘર આપવાની જાહેરાત
અત્રે જણાવવાનું કે ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (Victim) ના પરિવારે જિલ્લા પ્રશાસન અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલા આશ્વાસન બાદ પીડિતાના અંતિમ સંસ્કાર કર્યાં. પીડિત પરિવાર તરફથી નોકરી, પરિવારની સુરક્ષા અને હથિયારનું લાઈસન્સ આપવાની માગણીને સ્વીકારી લેવાઈ છે. આ સાથે જ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બે ઘર પણ પીડિત પરિવારને આપવામાં આવશે. આ બાજુ આર્થિક મદદ તરીકે શનિવારે રાતે જ પીડિતાના પરિવારને 25 લાખનો ચેક અપાયો છે.
પીડિતાના પરિવારના અંતિમ સંસ્કાર વખતે હાજર હજારો લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. અગાઉ પીડિતાના પિતાએ જાહેરાત કરી હતી કે તેઓ પોતાની પુત્રીનો દાહસંસ્કાર નહીં કરે પરંતુ દફનાવશે. તેમણે કહ્યું હતું કે હું હવે તેને વધુ બાળવા માંગતા નથી. તેને દફનાવીશ. મારી વ્હાલી પુત્રી પહેલા જ ઘણુ બધુ દાઝી ગઈ છે.
ઉન્નાવ રેપ કેસ: પ્રિયંકા ગાંધીનો આક્રોશ, 'યુપીમાં આરોપીઓ નહીં, મહિલાઓ માટે કોઈ જગ્યા બચી નથી'
લખનઉના કમિશનર મુકેશ મેશ્રામે જાહેરાત કરી છે કે પીડિતાની બહેનને નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન આવાસ યોજના હેઠળ પરિવારને 2 ઘર મળશે. મેશ્રામે એમ પણ કહ્યું કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે એવો પણ નિર્ણય લીધો છે કે પીિતાની બહેન અને પરિવારના અન્ય સભ્યોને 24 કલાક સુરક્ષા અપાશે. પીડિતાના ભાઈને આત્મરક્ષા માટે હથિયાર લાઈસન્સ પણ આપવામાં આવશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube