નવી દિલ્હીઃ રમઝાનમાં પોતાના મુસ્લિમ કર્મચારીઓને નવાઝ અદા કરવા માટે 2 કલાકની સ્પેશિયલ રજા આપવાનો નિર્ણય દિલ્હી જલ બોર્ડ માટે મુશ્કેલભર્યો બની ગયો છે. ચારે તરફથી થયેલી ટીકા બાદ બોર્ડે 24 કલાકમાં આ નિર્ણય પરત લેવાની જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોર્ટ લીવ આપવાનો નિર્ણય પરત ખેંચ્યો
દિલ્હી જલ બોર્ડના આસિટન્ટ કમિશ્નર વીરેન્દ્ર સિંહે મંગળવારે સર્કુલર જાહેર કરી કહ્યું કે તે રમઝાનમાં મુસ્લિમ કર્મચારીઓને 2 કલાકની શોર્ટ લીવ આપવાનો નિર્ણય પરત ખેંચે છે. તેવામાં બોર્ડમાં કામ કરી રહેલા મુસ્લિમ કર્મચારીઓએ બાકી સ્ટાફની જેમ રૂટીનમાં તમામ કામ પૂરા કરવા પડશે અને બપોરે નમાઝ માટે અલગથી રજા નહીં મળે. 


4 એપ્રિલે સર્કુલર થયો હતો જાહેર
આ પહેલાં દિલ્હી જલ બોર્ડે 4 એપ્રિલે સર્કુલર જાહેર કરી કહ્યું હતું કે બોર્ડના DDO કે કંટ્રોલિંગ ઓફિસર, પોતાના મુસ્લિમ કર્મચારીઓને રમઝાન દરમિયાન દરરોજ બે કલાકની શોર્ટ લીવ આપી શકે છે. આ લીવમાં નમાઝ અને બીજા ધાર્મિક કાર્યો પૂરા કરી શકે છે. આ શોર્ટ લીવ 2 મેએ આવનાર ઈદ-ઉલ-ફિતર સુધી જાહેર કરવામાં આવી હતી. 


સ્થાપના દિવસને લઈને ભાજપે કરી તૈયારીઓ, પીએમ મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે


ભાજપે કેજરીવાલ પર કર્યો પ્રહાર
ભાજપે આ મુદ્દાને ખાસ વર્ગનું પુષ્ટિકરણ ગણાવતા કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યુ હતું અને તેની વિરુદ્ધ આંદોલનની જાહેરાત કરી હતી. આ નિર્ણય પર ઘેરાયા બાદ કેજરીવાલ સરકારે રમઝાનમં દિલ્હી જલ બોર્ડના મુસ્લિમ કર્મચારીઓને શોર્ટ લીવ આપવાનો નિર્ણય પરત લઈ લીધો છે. 


સૌરભ ભારદ્વાજ છે બોર્ડના વાઇસ ચેરમેન
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા સુધી આપના ધારાસભ્ય જલ બોર્ડના વાઇસ ચેરમેન હતા. તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા બાદ આપના ધારાસભ્ય તથા પ્રવક્તા સૌરભ ભારદ્વાજને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમનો આ નિર્ણય કેજરીવાલ સરકાર માટે સંકટ બની ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube