સ્થાપના દિવસને લઈને ભાજપે કરી તૈયારીઓ, પીએમ મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ભાજપ નેતા અરૂણ સિંહે સ્થાપના દિવસ પર યોજાનારા તમામ કાર્યક્રમોની માહિતી આપી હતી. 

સ્થાપના દિવસને લઈને ભાજપે કરી તૈયારીઓ, પીએમ મોદી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રની સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલે પોતાનો સ્થાપના દિવસ મનાવવા જઈ રહી છે. જેને લઈને પાર્ટી તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપના નેતા અરૂણ સિંહે એક પત્રકાર પરિષદમાં તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આવતીકાલે એટલે કે બુધવારે સવારે 10 કલાકે પીએમ મોદી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. 

મંત્રીથી લઈને ધારાસભ્યો પણ લેશે ભાગ
પાર્ટીના સ્થાપના દિવસ પર યોજાનાર કાર્યક્રમોની જાણકારી આપતા અરૂણ સિંહે જણાવ્યુ કે, ભાજપના તમામ મંડળોમાં, જિલ્લા કાર્યાલયોમાં ધ્વજારોહણ કરવામાં આવશે. સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે. પ્રદેશોના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો કોઈને કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના મુખ્યાલય પર ધ્વજારોહણ કરશે અને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરશે. અહીં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. 

— ANI (@ANI) April 5, 2022

સામાજિક ન્યાય પખવાડુ ઉજવવાની તૈયારી
ભાજપે જણાવ્યું કે, પાર્ટીએ નક્કી કર્યું છે કે 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશમાં સામાજિક ન્યાય પખવાડાની ઉજવણી થશે. સામાજિક ન્યાય પખવાડાના માધ્યમથી કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓને જિલ્લા અને તાલુકા સુધી લઈ જવાનું કામ ભાજપના કાર્યકર્તા કરશે. 12 એપ્રિલને અમે રસીકરણ દિવસના રૂપમાં ઉજવીશું. 13 એપ્રિલને ગરીબ કલ્યાણ અન્ન યોજના સંબંધિત કાર્યક્રમ થશે. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જયંતિ પર બૂથ સ્તર પર અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અરૂણ સિંહે કહ્યુ કે, 15 એપ્રિલે અનુસૂચિત જનજાતિ કલ્યાણ માટે જે કામ થયું છે અને તેની સાથે અનુસૂચિત જનજાતીય સમાજના જે લોકોએ સમાજ માટે વિશિષ્ઠ કામ કર્યું છે, તેનું સન્માન ભાજપના કાર્યકર્તા કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news