Covid- 19 lateset updates :દેશમાં માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે 86% કોરોના કેસ, નવા કેસ-મૃત્યુ અને રિકવરી રેટને લઈને ખુશખબર
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 14 જુલાઈએ દેશભરમાં 3 લાખ, 11 હજાર, 565 કોવિડ 19 દર્દીઓ છે. બીજા શબ્દોમાં કરીએ તો આ એક્ટિવ કેસની સંક્યા છે જ્યારે અત્યાર સુધી 5 લાખ, 71 હજાર 459 લોકો સાજા થયા છે. જે સ્પષ્ટ છે કે કોવિડ-19ના જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે, તેનાથી મોટી સંખ્યામં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તો તે માનતુ નથી. મંત્રાલયનું કહેવું છે કે ભારત અત્યાર સુધી વિશ્વના તે ગણતગીના દેશોમાં સામેલ છે, જ્યાં પ્રતિ 10 લાખ કોરોનાના ઓછા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડીએ કોરોના પર પ્રેસ બ્રિફિંગ દરમિયાન અલગ-અલગ ગ્રાફ દ્વારા તેની વિસ્તૃત જાણકારી આપી છે. તેમણે મોટી વાત કહી કે ભારતમાં કોરોનાના 86 ટકા કેસ માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે. તેવું નથી કે દરેક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એક ગતિએ વધી રહ્યું છે.
મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં દેશના અડધા કોરોના કેસ
મંત્રાલયે જણાવ્યું, હજુ પણ દેશના 86% કોરોના કેસ માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુ સૌથી પ્રભાવિત રાજ્ય છે. આ રાજ્યોમાં દેશના અડધા એટલે કે 50 ટકા (1,54,134) છે. તો બાકી 36 ટકા (1,11,068) કેસ કર્ણાટક, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube