નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસ 11 મિલિયન એટલે કે 1,10,05,850 થઈ ગયા છે. છેલ્લા 1 મિલિયન કેસ તો 65 દિવસમાં જ નોંધાયા છે. છેલ્લા 7 દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દેશના મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. પુણેમાં તો 28 ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો બંધ કરી દેવાઈ છે. પુણે (Pune) ઉપરાંત નાસિકમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવી દેવાયો છે. આ ઉપરાંત યવતમાલ, અમરાવતી, અચલપુરમાં પણ લોકડાઉનની જાહેરાત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોનાની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 14,199 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,10,05,850 થઈ ગયો છે. જેમાંથી 1,06,99,410 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 1,50,055 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 83 લોકોના કોરોનાથી મોત થયા છે. કુલ મૃત્યુ આંકડો 1,56,385 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાન પણ ચાલે છે. જે હેઠળ અત્યાર  સુધીમાં 1,11,16,854 લોકોને રસી અપાઈ છે. 


Puducherry માં કોંગ્રેસની સરકાર પડી, CM નારાયણસામી બહુમત સાબિત કરવામાં નિષ્ફળ 


મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન
મહારાષ્ટ્રના અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જે આજ રાત 8 વાગ્યાથી 1 માર્ચ સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે. યવતમાલ, અકોલા, અને અકોટમાં પણ આજે સવારે 6 વાગ્યાથી લઈને 1 માર્ચ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. 


Farmer's Protest: આંદોલન માટે ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત આવશે ગુજરાત 


રાજનીતિક અને ધાર્મિક કાર્યક્રમો પર રોક
કોવિડ-19ના કેસ ઝડપથી વધ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તમામ ધાર્મિક અને રાજનીતિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. જ્યાં ભીડની આશંકા છે. આ સાથે જ સરકારે સંકેત આપ્યા છે કે જો સ્થિતિ બગડશે તો મહારાષ્ટ્રમાં લોકડાઉન પણ લાગી શકે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. રવિવારે 6791 નવા કેસ સામે આવ્યા અને સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોવિડ 19ના 6000થી વધુ નવા કેસ નોંધાયા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube