Farmer's Protest: આંદોલન માટે ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત આવશે ગુજરાત 

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) પોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે રવિવારે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાત (Gujarat) નો પ્રવાસ કરશે.

Farmer's Protest: આંદોલન માટે ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત આવશે ગુજરાત 

નવી દિલ્હી: ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) પોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે રવિવારે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાત (Gujarat) નો પ્રવાસ કરશે. ટિકૈતે આ ટિપ્પણી દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ પર ગાઝીપુરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના એક સમૂહ સાથે મુલાકાત દરમિયાન કરી. રાકેશ ટિકૈત ગાઝીપુર બોર્ડર પર નવેમ્બરથી ડેરો જમાવીને બેઠા છે. 

નવા કાયદા ફક્ત કોર્પોરેટનો પક્ષ લેશે- ટિકૈત
ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તાએ દાવો કર્યો કે ખેડૂતો (Farmers) આખરે પોતાની કૃષિ ઉપજનો કોઈ ભાગ લઈ શકશે નહીં કારણ કે નવા કાયદા (Farm Laws) ફક્ત કોર્પોરેટનો પક્ષ લેશે. બીકેયુ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ 'અમે એવી સ્થિતિ થવા દઈશું નહીં. અમે ફક્ત એ અંગે ચિંતિત છીએ અને આ દેશના પાકને કોર્પોરેટ નિયંત્રિત કરે એ અમે થવા દઈશું નહીં.'

ચરખાથી ભગાડીશું કોર્પોરેટ!
ગુજરાતના ગાંધીધામથી આવેલા એક સમૂહે ટિકૈતને ચરખો ભેંટ કર્યો. તેમણે કહ્યું કે ગાંધીજીએ બ્રિટિશને ભારતથી ભગાડવા માટે ચરખાનો ઉપયોગ કર્યો હતો. અને હવે અમે આ ચરખાનો ઉપયોગ કરીને કોર્પોરેટને ભગાડીશું. અમે જલદી ગુજરાત આવીશું અને નવા કાયદાને રદ કરવા માટે ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest)  માટે સમર્થન ભેગું કરીશું. આ બધા વચ્ચે હરિયાણાના રોહતક જિલ્લાની 20થી વધુ મહિલાઓ ગાઝીપુરમાં આંદોલનમાં સામેલ થઈ અને આંદોલનને પોતાનું સમર્થન આપવા માટે આશ્વાસન આપ્યું. 

દિલ્હીની સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર હજારો ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગણી છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને રદ કરે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) આપવા માટે કાયદો બનાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news