કોલકત્તાઃ બંગાળમાં ત્રીજીવાર મમતા બેનર્જી સરકાર બનાવવા જઈ રહ્યાં છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી અનુસારહ ભાજપ બે આંકડામાં સમેટાઇ ગઈ છે. તેવામાં સવાલ છે કે 200થી વધુ સીટો જીતવાનો દાવો કરનાર પ્રધાનમંત્રી મોદીથી લઈને કેન્દ્રીય મંત્રીઓના ચૂંટણી પ્રચાર અને સત્તામાં રહેલી પાર્ટીના નેતાઓને તોડ્યા બાદ પણ આખરે ભાજપથી શું ચૂક રહી ગઈ કે તે સત્તાથી દૂર રહી. ભાજપની હારના પાંચ મુખ્ય કારણો જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ કારણઃ ધ્રુવીકરણની રણનીતિ ફેલ
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ધ્રુવીકરણને મોટા મુદ્દાના રૂપમાં જોવામાં આવી રહ્યો હતો. ચૂંટણી માહોલ બન્યા પહેલા ભાજપ સતત મમતા બેનર્જી પર તુષ્ટિકરણના આરોપ લગાવી રહ્યું હતું. ભાજપ દરેક રેલી અને સભામાં જય શ્રી રામ ના નારા પર વિવાદનો મુદ્દો બનાવીને રજૂ કરતી હતી. પછી ટીએમતી પણ તેનાથી અછૂત રહી નહીં. મમતા બેનર્જીએ પહેલા મંચ પર ચંડીપાઠ કર્યા અને હરે કૃષ્ણ હરે હરેનો નારો આપ્યો. 


દાવ તેમના પક્ષમાં જઈ શકતો હતો પરંતુ અંદાજ ઉંધો સાબિત થઈ ગયો. શીતલકૂચી ફાયરિંગ અને ભાજપ નેતાઓના નિવેદને મુસ્લિમ મતને એક કરી દીધા. રાજકીય નિષ્ણાંતોનો એક વર્ગ તે પણ કહી રહ્યો છે કે બંગાળમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનો માત્ર માહોલ બનાવવામાં આવ્યો જ્યારે જમીત પર રાજકીય ધ્રુવીકરણ જોવા મળ્યું. 


બીજુ, મુખ્યમંત્રીનો ચહેરો નહીં
તે સત્ય છે કે આ ચૂંટણીમાં ભાજપે ખુબ મજબૂતી સાથે ટીએમસીનો સામનો કર્યો, પરંતુ મમતા બરાબર કોઈ નેતા કે મુખ્યમંત્રીનો ચહેરો ન હોવો તેમની સૌથી મોટી નબળાઇ બની ગઈ. પાર્ટીના અંદરના સૂત્રોએ પણ આ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી. પાર્ટીએ ચૂંટણી પીએમ મોદીના ચહેરા પર લડી. 


આ પણ વાંચોઃ જીત બાદ બોલ્યા મમતા બેનર્જી- બંગાળે દેશ બચાવી લીધો, આ ઉજવણીનો સમય નથી


ત્રીજુ કારણઃ બહારના નેતાઓ પર વધુ વિશ્વાસ
લોકસભા ચૂંટણીમાં 18 સીટ જીત્યા બાદ ભાજપ માટે બંગાળ વિધાનસભા ચૂંટણી સૌથી મોટી લડાઈ હતી, જે માટે પાર્ટીને પ્રદેશના જમીન સાથે જોડાયેલા અને મોટા ચહેરાની જરૂર હતી. તે માટે ભાજપે બીજા પક્ષો ખાસ કરીને ટીએમસીમાં તોડફોડ કરી અને તેના મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરી લીધા. તેમાં સૌથી મોટુ નામ સુભેંદુ અધિકારીનું આવે છે, જે મમતા બેનર્જીના સહયોગી હતા. આ ચૂંટણીમાં અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા છે. 


ભાજપે અનેક વખત નિવેદન આપ્યું કે બે મે સુધી ટીએમસી સાફ થઈ જશે, તો બીજીતરફ મમતાએ ભાજપ પર ખરીદ-વેચાણના આરોપ લગાવતા તે નેતાઓને પક્ષ પલટુ, દગાબાજ ગણાવી દીધા. મમતા બેનર્જીએ ચાલ ચાલી કે તેમને પોતાનાઓએ છેતર્યા અને તે ઇમાનદાર નતા. આ દાવથી મમતા બેનર્જીને ફાયદો થયો. 


આ પણ વાંચોઃ Nandigram Assembly Election Result 2021: બંગાળની રાજનીતિમાં મોટો અપસેટ, મમતા સામે સુભેંદુ અધિકારીની જીત


ચાર, પાર્ટીમાં નારાજગીનો માહોલ
વિધાનસભા ચૂંટણી પહેલા બંગાળમાં આધાર બનાવવા માટે ભાજપે બીજા પક્ષોના નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા અને તેમને મોટા પાયે ટિકિટ આપી. પરંતુ તેના કારણે પાર્ટીએ પોતાના નેતાઓની નારાજગી પણ સહન કરી. ટિકિટ વહેચણી દરમિયાન બંગાળ ભાજપમાં અસંતોષના સમાચાર સામે આવ્યા અને ભાજપની ઓફિસોમાં તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી. પાર્ટી કરતા બહારના નેતાઓ પર વધુ વિશ્વાસ પણ ભાજપને ભારે પડ્યો છે. 


પાંચમું કારણ, મૌન મતદાતાઓનો ન મળ્યો સાથ
ચૂંટણી પરિણામ તે જણાવે છે કે ભાજપને તેના મૌન મતદાતાઓએ મત આપ્યા નથી. હકીકતમાં બિહાર ચૂંટણી બાદ પીએમ મોદીએ દેશની મહિલાઓને ભાજપની સાઇલન્ટ વોટર ગણાવતા તેમનો વિશેષ રૂપથી આભાર માન્યો હતો. પરંતુ બંગાળમાં ભાજપને આ સાથ મળ્યો નથી. તેનું કારણ એક એ પણ છે કે પીએમ મોદી મમતા બેનર્જી પર વારંવાર હુમલો કરતા દીદી ઓ દીદી કહીને સંબોધિત કરતા હતા જે મહિલાઓને પસંદ આવ્યું નહીં. કારણ કે ટીએમસીએ તેને પણ મુદ્દો બનાવી લીધો. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube