Christmas Party Ideas: ખ્રિસ્તીઓ માટે નાતાલનું મહત્વ ઘણું વધારે છે. આ તહેવાર ભગવાન ઇસુના જન્મ પ્રસંગે ઉજવવામાં આવે છે. નાતાલનો તહેવાર ફક્ત ખ્રિસ્તીઓમાં જ નહીં પરંતુ તમામ ધર્મોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. જો કે આ તહેવાર ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવે છે. દેશભરમાં ક્રિસમસ સેલિબ્રેશનની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. જ્યાં ક્રિસમસ ટ્રી અને લાઈટોની સાથે ઘરને સજાવવામાં આવે છે. અને પાર્ટીની પ્લાનિંગ પણ થવા લાગે છે. જો ક્રિસમસ સેલિબ્રેશન માટે અત્યાર સુધી કોઈ પ્લાન નથી બનાવ્યો તો તમે હાઉસ પાર્ટી પ્લાન કરી શકો છો. ત્યારે આજે ક્રિસમસ સેલિબ્રેશન માટે થીમથી લઈને ગેમ સુધીનું તમામ પ્લાનિંગ જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેસ્ટ લિસ્ટ કરો તૈયારઃ
ક્રિસમસ પાર્ટી પ્લાન કરવા માટે સૌથી પહેલાં ગેસ્ટ લિસ્ટ તૈયાર કરો. આવું કરવાથી અંદાજ રહેશે કે, આખરે પાર્ટીમાં કેટલા લોકો આવશે.


ઈન્વિટેશનની સાથે લો કમ્ફર્મેશનઃ
પાર્ટી માટે તમામને ઈન્વિટેશન મોકલ્યા બાદ તે તમામ લોકોથી કન્ફર્મેશન પણ લઈ લો. જેથી તમે કન્ફર્મ થઈ જાય કે કેટલા લોકો પાર્ટીમાં આવવાના છે.


થીમઃ
ક્રિસમસ પાર્ટી માટે કપડાના રંગોની થીમ રાખી શકો છો. પાર્ટીમાં આવી રહેલાં લોકોને બે ગ્રુપમાં ડિવાઈડ કરો અને પછી અમુકને લાલ તો અમુક લોકોને ગ્રીન પહેરવાનું કહો. તમે આના સિવાય પણ અમુક રંગો પસંદ કરી શકો છો. 


ખાવાનુંઃ
પાર્ટીમાં ટેસ્ટી ખાવાનું હોવું જરૂરી છે. ક્રિસમસ પાર્ટી છે તો ચોકલેટ અને કેકને મેન્યૂમાં જરૂરથી રાખો. તે સિવાય ડ્રિક્સમાં વાઈન રાખી શકો છો. પાર્ટીના સ્ટાર્ટર પહેલાંથી જ પ્લાન કરો અને તેને બનાવીને ફ્રિજમાં સ્ટોર કરો. 


ગેમ્સઃ
ક્રિસમસ પાર્ટીમાં ગેમ્સ જરૂર રાખો. તમે લોકોને કહો કે, એક માચિસની ડિબ્બીમાં લાલ રંગની અલગ અલગ ચીજવસ્તુને લઈને આવો. આ ડબ્બીમાં જે સૌથી વધુ ચીજવસ્તુ લઈને આવશે તે વિનર થશે. આ સિવાય તમે તંબોલા ગેમ પણ રમી શકો છો.