હવે વિઝા વગર કરી શકશો પ્રવાસ : આ 6 દેશો માટે ફ્રી વિઝા સ્કીમ જાહેર, ભારતીયો માટે ખુશખબર
શ્રીલંકન કેબિનેટે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના પ્રવાસીઓ માટે તાત્કાલિક અસરથી મફત પ્રવેશને મંજૂરી આપી છે. આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકા જવા માટે કોઈપણ ફી વિના વિઝા મેળવી શકશે.
નવી દિલ્લીઃ શ્રીલંકાની કેબિનેટે દેવાથી ડૂબેલા ટાપુ રાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રના પુનઃનિર્માણના પ્રયાસો વચ્ચે ભારત અને અન્ય છ દેશોના પ્રવાસીઓને મફત પ્રવાસી વિઝા આપવાની નીતિને મંજૂરી આપી છે. વિદેશ મંત્રી અલી સાબરીએ મંગળવારે આ વાત કરી હતી. વિદેશ મંત્રી સાબરીએ એક નિવેદનમાં કહ્યું કે આ 31 માર્ચ, 2024 સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. કેબિનેટે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના પ્રવાસીઓ માટે તાત્કાલિક અસરથી મફત પ્રવેશને મંજૂરી આપી છે. આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકા જવા માટે કોઈપણ ફી વિના વિઝા મેળવી શકશે.
2019 માં ઇસ્ટરના દિવસે બોમ્બ વિસ્ફોટો પછી, શ્રીલંકામાં પ્રવાસીઓનું આગમન ઘટ્યું હતું. વિસ્ફોટોમાં 11 ભારતીયો સહિત 270 લોકો માર્યા ગયા હતા અને 500 થી વધુ ઘાયલ થયા હતા. મંત્રીએ કહ્યું કે તરત જ શરૂ થયેલ પાયલોટ પ્રોજેક્ટને 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવશે. માર્ચની શરૂઆતમાં, શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સાબરીએ કહ્યું હતું કે ભારત સાથેના તેમના દેશના સંબંધો 'અમારી વિદેશ નીતિમાં સૌથી મહત્વપૂર્ણ છે'.
આ દેશોના પ્રવાસીઓ હવે કોઈપણ ફી વિના શ્રીલંકાના વિઝા મેળવી શકે છે, જે નોંધપાત્ર ફેરફાર છે. ભારત ઐતિહાસિક રીતે શ્રીલંકાના ઇનબાઉન્ડ ટુરિઝમનો પ્રાથમિક સ્ત્રોત રહ્યો છે. સપ્ટેમ્બરના ડેટા જોઈએ તો ભારતમાંથી 30,000થી વધુ લોકો પહોંચ્યા હતા. જે કુલ પ્રવાસીઓના 26 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ચીની પ્રવાસીઓ 8,000 થી વધુ આગમન સાથે બીજા નંબરનું સૌથી મોટું જૂથ છે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.
શ્રીલંકા, એક દેશ જે 1948 માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદથી ગંભીર આર્થિક પડકારોથી ઝઝૂમી રહ્યો છે, હાલમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગણીના વિરોધને કારણે રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે.