ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં કોરોના વાયરસની બીજી અને વધુ ઘાતક લહેરની વચ્ચે પણ અનેક લોકો પ્રેમ પ્રકરણ આગળ વધારી રહ્યાં છે. જે લોકો ડેટ કરવાનું પસંદ કરી રહ્યાં છે, તેઓ એવા લોકોને ડેટ કરવાનું પસંદ કરે છે જેમણે કોવિડ વેક્સીન લઈ લીધી છે. એક સરવેમાં આ માહિતી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન ડેટિંગ ક્વૈકક્વૈકના નેતૃત્વમાં કરવામાં આવેલ એક સરવેના પરિણામોથી માલૂમ પડ્યુ કે, લોકો એન્ટી-વૈક્સએક્સર્સી સરખામણીમાં પ્રો-વેક્સીન પર વાત કરવા પર વધુ વિશ્વાસ રાખે છે.


આ પણ વાંચો : સરકાર સામે પડ્યા મંત્રી પુરુષોત્તમ સોલંકી, કહ્યું-ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું નથી


ડેટ માટે વેક્સીનેશન જરૂરી છે તેવી શરત 


18 થી 30 ઉંમરના લગભગ 70 ટકા લોકો વેક્સીન લગાવ્યા બાદ જ પોતાની ડેટને પૂરી કરવાનો વિચાર કરશે અને 31 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 10 માંથી 8 લોકોને લાગે છે કે, વેક્સીનેશન તેમના ડેટ માટેની જ એક શરત છે.


બીજી તરફ, 18 થી 30 ઉંમરના 30 ટકા લોકો વેક્સીનેશન પર વિચાર નહિ કરે અને ડેટ કરતા સમયે અન્ય સુરક્ષા અને સાવધાની રાખશે.


આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આકાશમાં ચમકતી લાઈટ અને ભેદી ધડાકાનું રહસ્ય વૈજ્ઞાનિકોએ ખુલ્લુ પાડ્યું


લગભગ 80 ટકા મહિલાઓ અને 70 ટકા પુરુષો ઈચ્છે છે કે, તેઓ એવા વ્યક્તિને ડેટ કરવાનું પંસદ કરશે જેમણે વેક્સીનેશન કરાવ્યું હોય. જો કોઈએ વેક્સીન નથી લગાવી તો, તેના પ્રસ્તાવને નકારી કાઢવાની શક્યતા પણ વધારે છે. માત્ર 25 ટકા પુરુષો અને મહિલાઓને એન્ટી-વેક્સીનેટર સાથે મળવા માટે હા પાડી હતી.