Diwali 2021: ઘરમાં આ જગ્યાએ જરૂરથી પ્રગટાવજો દીવો, લક્ષ્મી દેવીની કૃપા વરસશે અને ધનની થશે રેલમછેલ
દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે.
નવી દિલ્હી : સમગ્ર દેશમાં 4 નવેમ્બર એટલે કે આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીનાં દિવસે માં મહાલક્ષ્મીની પુજા અર્ચના કરવામાં આવે છે. માં લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીનાં દિવસે માં લક્ષ્મી ધરતી પર પ્રકટ થાય છે અને પોતાના ભક્તોની સમસ્યાનું નિવારણ કરે છે.
દિવાળીના દિવસે ઘરમાં દિપ પ્રગટાવવાની પરંપરા છે. આજે અમે તમને ઘરના ખાસ સ્થળો વિશે જણાવીશું જ્યાં દિપ પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મી પણ પ્રગટ થાય છે.
Diwali 2021: દિવાળીના પર્વ સાથે જોડાયેલી છે અનેક પૌરાણિક કથાઓ... ખાસ વાંચો
દિવાળીના ખાસ પ્રસંગે લક્ષ્મી પુજન પહેલા ઘરને દિવાની રોશની કરવામાં આવે છે. આ પ્રસંગે તમે પણ તમારા ઘરનાં ખાસ હિસ્સાઓમાં રોશની જરૂર કરો.
1. લક્ષ્મી પુજન કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર બંન્ને તરફ એક એક દિવડો પ્રગટાવો
2. જો તમારા ઘરમાં આંગણુ (ફળીયું) હોય તો તેમાં પણ દિવા પ્રગટાવવા
3. દિવાળીનાં દિવસે ઘરની નજીક આવેલા મંદિરમાં 5 દીવા જરૂર પ્રગટાવો અને માં લક્ષ્મી પાસે સુખ શાંતિની પ્રાર્થના કરો.
4. ઘરની પાસે ચાર રસ્તા પર પણ દીવડા પ્રગટાવો
5. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવો
6. દિવાળીનાં દિવસે ઘરનાં છાપરા પર અંધારૂ ન રહેવા દો અને ત્યાં પણ દીવડા પ્રગટાવો
7. લક્ષ્મી પુજનની સમાપ્તિ બાદ ઘરની નજીક રહેલા પીપળાના વૃક્ષ પર દીવડો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
8. દિવાળી દરમિયાન લક્ષ્મી પુજન દરમિયાન એક મોટો દીવડો પ્રગટાવો જે આખી રાત અખંડ રહે.
9. ઘરમાં બનેલી રંગોળી વચ્ચે પણ એક દીવડો પ્રગટાવો
10. ઘરમાં બાથરૂમના દરવાજા પર પણ દીવો પ્રગટાવવાનું ન ચુકશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube