નવી દિલ્હીઃ ચાહે સભી સુમન બિક જાયેં, ચાહે યે ઉપવન બિક જાયે, ચાહે સૌ ફાગુન બિક જાએ, પર મેં અપની ગંધ નહીં બેચૂંગા, જેવી પંક્તિઓ લખનાર બાલકવિ બૈરાગીએ પોતાની ગંધને ખુબમાં જ સમેટીને રવિવારે સાંજે આ દુનિયાને અલવિદા કરી દીધું. કલમની સાથે સાથે રાજનીતિ પર પણ મજબૂત પકડ રાખનાર બૈરાગીએ પોતાના નિવાસ પર સાંજે 6 કલાકે અંતિમ શ્વાસ લીધા. જાણવા મળી રહ્યું છે કે, નીચમમાં એક કાર્યક્રમમાં સામેલ થઈને આવ્યા બાદ તેમણે પોતાના ઘરમાં થોડીવાર આરામ કર્યો, આ દરમિયાન તેમનું નિધન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના નિધનના સમાચારથી સાહિત્ય અને રાજનીતિ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 


બાલકવિ બૈરાગીનો જન્મ 10 ફેબ્રુઆરી, 1931ના મંદસૌર જિલ્લાની મનાસા તહસીલના રામપુર ગામમાં થયો હતો. તેમણે વિક્રમ વિશ્વવિદ્યાલયમાંથી હિન્દીમાં એમએ કર્યું હતું. કવિતા લખવાનું તેમણે નાની ઉંમરમાં જ શરૂ કરી દીધું હતું, કોલેજના સમયમાં તેમણે રાજનીતિમાં પણ ભાગીદારી લેવાનું શરૂ કરી દીધું હતું. તેઓ મધ્યપ્રદેશની અર્જુન સરકારમાં ખાદ્ય પ્રધાન રહ્યાં અને પછી રાજ્યસભાના સાંસદ રહ્યાં. તેમને મધ્યપ્રદેશ સરકારે કવિ પ્રદીપ સન્માન પણ પ્રદાન કર્યું હતું. 


ચોથા ધોરણમાં લખી પ્રથમ કવિતા
વેબ દુનિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ચોથા ધોરણમાં ભણતા હતા, ત્યારે તેમણે પ્રથમ કવિતા લખી અને તે કવિતાનું શીર્ષક હતું વ્યાયામ. તેમણે જણાવ્યું કે, તેમનું બાળપણમાં નામ નંદરામદાસ બૈરાગી હતું અને આ કવિતાને કારણે તેમનું નામ નંદરામ બાલકવિ પડ્યું. જે આગળ વધીને માત્ર બાલકવી બૈરાગી થઈ ગયું. બાલકવી બૈરાગી કલમના જાદૂગર હોવાની સાથે તેઓ મધુર કંઠના સ્વામી પણ હતી. 


તેમની પ્રસિદ્ધ રચનાઓમાં કરોડો સૂર્ય, સૂર્ય ઉવાચ, દીવટ પર દીપ, ઝર ગયે પાત, ગન્ને મેરે ભાઈ, જો કુટિલતા સે જિયેંગે, અપની ગંધ નહીં બેચૂંગા, મેરે દેશ કે લાલ, નૌજવાન આઓ રે, સારા દેશ હમારા આદિ શામિલ હૈ. તેમણે બાળ રચનાઓ પણ કરી જે શિશુઓ માટે પાંચ કવિતાઓ નામના શીર્ષકથી પાંચ ખંડમાં પ્રકાશિત થઈ હતી.