ભારત માટે એક મોટા ખુશખબર છે. ઈલેક્ટ્રિક વ્હીકલની ચર્ચાઓ વચ્ચે ભારત સરકારને દેશમાં પહેલીવાર 59 લાખ ટન લિથિયમ રિઝર્વ મળી આવ્યુ છે. કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે આ રિઝર્વ જમ્મુ અને કાશ્મીરમાંથી મળ્યું છે. ખાસ વાત એ છે કે લિથિયમ નોન ફેરસ મેટલ છે અને EV બેટરીમાં સામેલ થનારી જરૂરી ચીજોમાંથી એક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખનન મંત્રાલયે ગુરુવારે કહ્યું કે 'જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને પહેલીવાર જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી જિલ્લાના સલાલ-હૈમાનામાં 59 લાખ ટન લિથિયમ ઈન્ફર્ડ રિસોરિઝ (G3) મળ્યું છે.' સરકારે જાણકારી આપી કે લિથિયમ અને ગોલ્ડ સહિત 51 મિનરલ બ્લોક સંબંધિત રાજ્ય સરકારોને સોંપી દેવાયા છે. 


હવે 10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગતો


PM મોદીને MAની પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્ક્સ,  ક્લિક કરીને ખાસ જાણો 


Honour killing:માતા- પિતાએ જ દીકરીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો


જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ રણનીતિક અને મહત્વની ખનીજો પર 115 પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે. જ્યારે 16 પ્રોજેક્ટ્સ ફર્ટિલાઈઝર મિનરલ્સ માટે તૈયાર કરાયા છે. GSI ની શરૂઆત વર્ષ 1851માં રેલવેની મદદ માટે કોલસો  શોધવા માટે થઈ હતી. જો કે 200 વર્ષની આ યાત્રા દરમિયાન GSI જિયો સાયન્સના મામલાઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સાથે જ જિયો સાયન્ટિફિક ઓર્ગેનાઈઝેશન હોવાનો દરજ્જો પણ મેળવી ચૂક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube