Honour killing:માતા- પિતાએ જ દીકરીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

Honour killing: હત્યાના આરોપી મૃતકના માતા-પિતાએ તેમના બે સંબંધીઓની મદદથી મહિલાની હત્યા કર્યા બાદ તેની ઓળખ ન મળે તે માટે તેના શરીર પર એસિડ નાખ્યું અને પછી તેની લાશ ફેંકી દીધી. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. ચારેયની ધરપકડ પણ કરવામાં આવી છે.

Honour killing:માતા- પિતાએ જ દીકરીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

Honour killing: ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક 21 વર્ષીય મહિલાની તેના માતા-પિતા દ્વારા કથિત રીતે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હકીકતમાં, મહિલાના પરિવારના સભ્યોને તેની પાસથી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મળી હતી, જેના કારણે તેમને શંકા હતી કે તે કોઈની સાથે અફેરમાં છે. આ દંપતીએ તેમના બે સંબંધીઓની મદદથી મહિલાની હત્યા કર્યા બાદ તેની ઓળખ ન થાય તે માટે તેના શરીર પર એસિડ નાખ્યું અને પછી લાશને ફેંકી દીધી. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. ચારેયની ધરપકડ પણ કરવામાં આવી છે.

3 ફેબ્રુઆરીના રોજ, ટેન શાહ અલમાબાદ ગામમાં રહેતા નરેશે તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી મંગળવારે ગામની બહાર કેનાલમાંથી તેની વિકૃત લાશ મળી આવી હતી. પોલીસ અધિક્ષક બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે બુધવારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નરેશ અને તેની પત્ની શોભા દેવીએ 3 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરમાં જ પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી.

એસપીએ જણાવ્યું કે ઓળખ છુપાવવા માટે તેણે મહિલાના શરીર પર બેટરી એસિડ રેડ્યું હતું. નરેશના બે ભાઈઓ ગુલાબ અને રમેશે પણ લાશ છુપાવવામાં તેની મદદ કરી હતી. નરેશે પોલીસને જણાવ્યું હતું કે તેની પુત્રી મોબાઈલ પર ઘણા છોકરાઓ સાથે વાત કરતી હતી. એસપીએ જણાવ્યુ કે, 'તેની પાસેથી કેટલીક પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ પણ મળી આવી હતી, જેના કારણે નરેશને શંકા હતી કે તેની દીકરીના કોઈ છોકરા સાથે સંબંધ છે અને તે આ વાતને લઈને ગુસ્સે હતો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news