PM મોદીની 5 વર્ષના કાર્યકાળમાં પહેલી પત્રકાર પરિષદ, કહી મહત્વની વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે દિલ્હીનાં ભાજપ ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણી પ્રચારના આધારે કહી શકુ છું કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઇ રહી છે. ગત્ત પાંચ વર્ષમાં જે કાંઇ પણ મોટી ચૂંટણીઓ યોજાઇ એમાં અમને સફળતા મળી છે.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે દિલ્હીનાં ભાજપ ઓફીસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી ચૂંટણી પ્રચારના આધારે કહી શકુ છું કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઇ રહી છે. ગત્ત પાંચ વર્ષમાં જે કાંઇ પણ મોટી ચૂંટણીઓ યોજાઇ એમાં અમને સફળતા મળી છે.
અમિત શાહે કહ્યું કે, આ ચૂંટણી આઝાદી બાદની ચૂંટણીમાં ભાજપની દ્રષ્ટીએ સૌથી વધારે મહેનતી, સૌથી વિસ્તૃત ચૂંટણી અભિયાન રહ્યું છે. આ ચૂંટણીમાં અમારા અનુભવ અનુસાર જનતા અમારી આગળ રહી છે. મોદી સરકાર ફરીથી બનાવવા માટે જનતાનો ઉત્સાહ ભાજપથી આગળ રહ્યો છે. ભાજપ જનસંઘના સમયથી અને ભાજપ બન્યા બાદ સંગઠનાત્મક રીતે કામ કરનારી પાર્ટી રહી છે. સંગઠન અમારા તમામ કાર્યોનું મહત્વનું અંગ છે.અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં દેશ વિકસિત થઇ રહ્યો છે. વડાપ્રધાને વિદેશમાં દેશનું માન વધાર્યું છે. મોદી સરકારમાં અર્થવ્યવસ્થા મજબુત થઇ છે. મોદી સરકારની યોજનાઓનો ફાયદો દરેક વર્ગને મળ્યો છે.
અમિત શાહ બાદ વડાપ્રધાન મોદીએ પત્રકાર પરિષદ સંબોધિ હતી. તેમણે કહ્યું કે, દેશ સક્ષમ સરકાર હોય છે તો રમઝાન પણ હોય છે, આઇપીએલ પણ હોય છે અને ચૂંટણી પણ થાય છે. તેમાં કોઇ મોટી સફળતા તરીકે નથી ગણાવતો. હું માનું છું કે કેટલીક વાતો આપણે ગર્વ સાથે વિશ્વ સમક્ષ કરી શકીએ છીએ. આ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, આ લોકશાહીની શક્તિ વિશ્વની સામે લઇ જવું અમારી ફરજ છે. અમે વિશ્વને પ્રભાવિત કરવું જોઇએ કે અમારા લોકશાહી કેટલી વિવિધતાઓથી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચૂંટણી શાનદાર રહી, એક સકારાત્મક ભાવથી ચૂંટણી થઇ. પુર્ણ બહુમતી વાળી સરકાર પાંચ વર્ષ સમગ્ર પુર્ણ કરીને ફરી એકવાર જીતીને આવ્યા તે કદાચ દેશમાં ઘણા લાંબા સમય બાદ થઇ રહ્યું છે. આ પોતાની જાતમાં એક મોટી વાત છે.
ગત્ત વખતે સટ્ટાખોરોના પૈસા ડુબ્યા
વડાપ્રધાને કહ્યું કે, 16મેનાં રોજ ગત્ત વખતે પરિણામ આવ્યું હતું અને 17 મેનાં રોજ એક દુર્ઘટના થઇ.17 મેએ સટ્ટાબાજોને મોદીની હાજર એક મોટુ નુકસાન થયું હતું. સટ્ટો લગાવનારા ત્યારે બધા ડુબી ગયા હતા, એટલે કે ઇમાનદારીની શરૂઆત 17 મેનાં રોજ થઇ ગઇ હતી. જ્યારે હું ચૂંટણી માટે નિકળ્યો અને તૈયારી કરીને નિકળ્યો હતો. મે દેશવાસીઓને કહ્યું હતું કે 5 વર્ષ મને દેશે જે આશિર્વાદ આપ્યો તેના માટે હું આભારી છું. તેના ઉતાર ચઢાવ આવે, પરંતુ દેશની સાથે રહ્યો. મારા માટે ચૂંટણી જનતાનો આભારી છું.
મે ભી ચોકીદાર અભિયાસ સફળ રહ્યું
અમિત શાહે કહ્યું કે, મે ભી ચોકીદાર અભિયાન સફળ રહ્યું. આ નારો પણ વોલેન્ટિયર્સે આપ્યો. આ ઉપરાંત મોદી હે તો મુમકીય નારો પણ વોલેન્ટિયર્સે જ આપ્યો હતો. અમારા ચૂંટણી પ્રચારમાંથી હર બાર મોદી સરકાર નારો નિકળ્યોં
133 યોજનાઓ થકી દરેક વ્યક્તિને ફાયદો
દેશનાં ગરીબ, ખેડૂત, મહિલા, ગામ, શહેર, સમાજનાં દરેક વર્ગને અમારી સરકારનાં 133 યોજનાઓએ સ્પર્શી છે. 133 યોજનાઓના આધારે દેશમાં નવી ચેતનાની જાગૃતી થઇ છે. આ પહેલો પ્રસંગ છે જ્યાં વિપક્ષની તરફથી મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચૂંટણી જેવા મુદ્દાઓ નથી. ઘણા સમય બાદ દેશની જનતાએ એવી ચૂંટણી જોઇ છે જેમાંથી આ મુદ્દાઓ ગાયબ હતા.
50 કરોડ ગરીબોનાં જીવનનાં સ્તરને ઉંચુ લાવ્યા.
અમિત શાહે કહ્યું કે, અમે 50 કરોડ ગરીબોનાં જીવન સ્તરને ઉંચુ લાવ્યા છીએ. તેમણે આધારભુત સુવિધાઓ આપીને અહેસાસ આપ્યો છે કે દેશનાં વિકાસમાં તેમની પણ જવાબદારી છે. અમે બુથ અને શક્તિ કેન્દ્રી રચના સાથે જેટલી ચૂંટણી આવે લગભગ તમામમાં સફળતા પ્રાપ્ત કરી છે. 2014માં અમારી પાસે 6 સરકારો હતી. આજે અમારી પાસે 16 સરકારો છે. હું ખુબ જ ગર્વ સાથે કહી રહ્યો છું કે દેશની આઝાદી બાદ સૌથી વધારે પરિશ્રમી અને વિસ્તૃત ચૂંટણી અભિયાન આપણા નેતા નરેન્દ્ર મોદીજીએ આપ્યું છે.