તિરુપતિ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે શ્રીલંકા મુલાકાત બાદ આંધ્રપ્રદેશ ખાતે ખપોંહ્યા હા. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર આંધ્રપ્રદેશ પહોંચ્યા છે. જ્યાં તેમનું સ્વાગત કરવા માટે આંધ્રના રાજ્યપાલ ઇ.એસ.એલ નરસિમ્હન, મુખ્યમંત્રી વાઇએસઆર જગન મોહન રેડ્ડી, કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડી, રાજ્યનાં મંત્રીઓ, ભાજપ નેતાઓ અને  વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. જો કે આ બધા વચ્ચે આંધ્રના નવનિયુ્ત મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો અંદાજ ખુબ જ હૃદય સ્પર્શી રહ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે એરપોર્ટ પર પહોંચલા વડાપ્રધાન મોદીને ફુલ આપ્યા બાદ તેમનાં ચરણ સ્પર્શ કર્યા હતા. જો કે તેઓ પહેલીવાર ચરણ સ્પર્શ કરવા માટે નમ્યા તો વડાપ્રધાન મોદીએ તેમને અટકાવી દીધા હતા. વડાપ્રધાને પ્રેમથી તેમનાં ખભા પર હાથ માર્યો. આ સાથે જ તેમણે કંઇક વાતો કરી. જગને તેમનાં સવાલનો જવાબ આપ્યો, તે દરમિયાન ફરી એકવાર તેઓ ઝુકીને વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યો હતો. 

ભારતીય રાજનીતિની દુર્લભ ક્ષણ હતી, જ્યારે એક મુખ્યમંત્રીએ વડાપ્રધાનનાં ચરણસ્પર્શ કર્યો હોય. તે પણ તેવા કિસ્સામાં જ્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રી બંન્ને અલગ અલગ પાર્ટીમાંથી હોય. જગન રેડ્ડી અને ભાજપ હાલમાં જ અલગ અલગ એક બીજાની વિરુદ્ધ ચૂંટણી લડીને આવ્યા છે, પરંતુ જગને કડવાશવાળી રાજનીતિમાં એક અનોખી શરૂઆત કરી છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ અને શ્રીલંકાની બે દિવસીય યાત્રા બાદ પરત સ્વદેશ પરત ફર્યા છે. શ્રીલંકાથી વડાપ્રધાન મોદી સીધા જ આંધ્રપ્રદેશ તિરુપતી ખાતે પહોંચ્યા છે. એટલે સુધી કે તિરુમલામાં ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કરીને પુજા અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પહેલા કેરળ પહોંચ્યા હતા. અહીં તેમણે ગુરૂવાયુર મંદિરમાં પુજા અર્ચના કરી હતી.


અલીગઢમાં લોકોનો રોષ સાતમા આસમાને: સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાયો
કોલંબોથી તિરુપતિની નજીક રેનીગુંટા હવાઇ મથક થાકે પહોંચ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ જગનમોહન રેડ્ડીએ કર્યું. વડાપ્રધાન મોદી એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. અહીં કાર્યક્રમમાં મોડા પહોંચવા બદલ વડાપ્રધાન મોદીને લોકોની માફી માંગતા કહ્યું કે, શ્રીલંકામાં કાર્યક્રમ લાંબો ચાલવાનાં કારણે મારે આવવામાં થોડો વધારે સમય લાગ્યો હતો. 


બાલકોટ હૂમલા અંગે શરદ પવારનું નિવેદન, પાક.માં નહી કાશ્મીર કરાયો છે હૂમલો
બ્રહ્મોસથી લેસ થશે સુખોઇ, જળ હોય કે વાયુ તમામ ક્ષેત્રે બનશે અજેય !
વડાપ્રધાન મોદીએ તિરુમલાના પ્રસિદ્ધ ભગવાન વેંકટેશ મંદિરમાં રવિવારે પુજા અર્ચના કરશે. મંદિરના પુજારીએ કહ્યું કે, વડાપ્રધાનનું અહીં પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મંદિરમાં પુજા અર્ચના કર્યા બાદ તત્કાલ દિલ્હી જવા માટે રવાના થશે.