તિરુપતિ : વડાપ્રધાન મોદી માલદીવ અને શ્રીલંકાને બે દિવસીય યાત્રા બાદ પરત સ્વદેશ આવી ચુક્યા છે. શ્રીલંકાથી વડાપ્રધાન મોદી સીધા આંધ્રપ્રદેશનાં તિરપતિ પહોંચ્યા. અહીં તેમણે તિરુમલા ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કરીને પુજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પહેલા કેરળ પહોંચ્યા હતા. અહીં તેમણે ગુરૂવાયુર મંદિરમાં પુજા અર્ચના કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના જન્મ સમયે હાજર નર્સને મળ્યા રાહુલ, અહીં થયો હતો તેમનો જન્મ !
કોલંબોથી તિરુપતિનાં નજીક રેનીગુટા હવાઇમથક ખાતે પહોંચ્યા. એપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ જગનમોહન રેડ્ડીએ કર્યું. વડાપ્રધાન મોદી એક કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરવા માટે પહોંચ્યા. અહીં કાર્યક્રમમાં મોડા પહોંચવા બદલ તેમણે માફી માંગતા કહ્યું કે, શ્રીલંકામાં કાર્યક્રમ લાંબો ચાલવાનાં કારણે મારે પહોંચવામાં થોડુ મોડુ થયું છે. 
બાલકોટ હૂમલા અંગે શરદ પવારનું નિવેદન, પાક.માં નહી કાશ્મીર કરાયો છે હૂમલો
365 દિવસ કામ કરનારી સરકાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેનાથી કોઇ જ ફરક નથી પડતો આંધ્રમાં ચૂંટણીમાં આપણુ કેવું પ્રદર્શન રહ્યું. આપણે બધાએ લોકોના કલ્યાણ માટે કામ કરતા રહીશું. પછી આંધ્રહોય, તમિલનાડુ હોય કે કેરળ હોય આપણે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરતા રહીશું. આપણે ત્યારે પણ કામ કરતા હતા, જ્યારે આપણે કોઇ રાજ્યની નગર નિગમની ચૂંટણી પણ નહોતા જીતી શકતા. તેમણે કહ્યું કે, આપણે સરકાર પણ બનાવવાની છે, દેશ પણ બનાવવાનો છે. જનતાનાં હૃદય જીતવા માટે 365 દિવ દિવસ કામ કરતા રહેવાનું છે. આપણુ માનવું છે કે સરકારનું કામ દેશને આગળ વધારવાનું છે. 


અલીગઢમાં લોકોનો રોષ સાતમા આસમાને: સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાયો


બ્રહ્મોસથી લેસ થશે સુખોઇ, જળ હોય કે વાયુ તમામ ક્ષેત્રે બનશે અજેય !


જગનને આપ્યું છે દરેક સહાયનું આશ્વાસન
મને અનેકવાર તિરુપતિ આવવાનું સૌભાગ્ય મળ્યું છે, આજે ફરી એકવાર નવી સરકાર બન્યા બાદ હું ભગવાન વેંકટેશનાં ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ લેવા માટે આવ્યો છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું મારી શુભકામનાઓ આંધ્રપ્રદેશનાં નવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને આપુ છું, તેઓ આંધ્રપ્રદેશને ખુબ જ આગળ લઇ જશે. હું તેમને વિશ્વાસ આપુ છું કે કેન્દ્ર સરકાર વિકાસના કામમાં હંમેશા તેમની સાથે ઉભા છીએ.