ભૂમિ પૂજન બાદ ભાગવતે કહ્યું- આજે સંકલ્પ પુરો થયો, અડવાણીના યોગદાનને કર્યું યાદ
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે.
નવી દિલ્હી: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વભાવિક હતું, આજે ઇતિહાસ રચવામાં આવી રહ્યું છે. આજે ભારત રામમય છે, દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ કાજ કીન્હે બિનુ મોહિ કયાં વિશ્રામ...સદીઓનો ઇંતઝાર સમાપ્ત થઇ રહ્યો છે. વરસો સુધી રામલલા ટેંટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે.
નૃત્યગોપાલ દાસનું સંબોધન
રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મુખ્ય મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું કે લોકો અમને પૂછે કે મંદિર ક્યારે બનશે? અમે કહ્યું હતું કે જ્યારે એક તરફ મોદી અને બીજી તરફ યોગી છે, તો હવે નહી બને તો ક્યારે બનશે. હવે લોકોને તન-મન-ધનથી મંદિર નિર્માણમાં જોડાવવું જોઇએ અને કામને આગળ વધારવું જોઇએ. દુનિયામાં વસવાટ કરતા હિંદુઓની આ જ ઇચ્છા હતી. મંદિરનું નિર્માણ એક નવા ભારતનું નિર્માણ છે, તેને જલદી જ પૂર્ણ કરવું જોઇએ.
- કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજે આનંદની ક્ષણ છે, એક સંકલ્પ લીધો હતો. ત્યારે સંઘપ્રમુખ દેવવ્રતજીએ કહ્યું હતું કે 20-30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ કરવું પડશે. આજે 30મા વર્ષની શરૂઆતમાં કામ શરૂ થયું છે. ઘણા લોકો મહામારીના કારણે આવી શક્યા નથી, લાલકૃષણ અડવાણીજી પણ આવી શક્યા નથી. દેશમાં અત્યારે આત્મનિર્ભર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, આજે મહામારી બાદ વિશ્વ નવા માર્ગે શોધી રહ્યો છે. જેમ-જેમ મંદિર બનશે, રામની અયોધ્યા પણ બનવી જોઇએ. આપણા મનમાં જે મંદિર બનવું જોઇએ અને કપટ છોડવી જોઇએ.
- આરએસએસ પ્રમુખ મોહન ભગવે કહ્યું કે અહીં રામ મંદિર નિર્માણ માટે આજથી શુભારંભ થઇ ગયો છે અને આ મંદિર પૂર્ણ થતાં પહેલાં મન મંદિર બનીને તૈયાર થવું જોઇએ. મંદિર નિર્માણ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે અને પીએમ મોદીના પ્રયત્નોથી બધાની આતુરતા પુરી થઇ ગઇ છે.
- આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજનો દિવસ એટલો મોટો દિવસ છે કે આખા દેશમાં ખુશીનો માહોલ છે. આ આનંદમાં એક પ્રણ છે, એક ઉત્સાહ છે પરંતુ લોકોના સંઘર્ષને ભૂલી ન શકાય.
- સીએમ યોગીએ કહ્યું કે ભારતની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની સાથે સંવિધાન સમ્મત રીતે સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થઇ શકે. તેના પ્રત્યક્ષ દર્શન પીએમ મોદીએ કહ્યું છે. આ શુભ ઘડી માટે અનેક પૂજ્ય લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે અને તેને આજે અમે ભાવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ. લોકતાંત્રિક રીતે આ સમસ્યાનું સમાધન કાઢવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું.
- અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિર નિર્માણ માટે આવેલા લોકોને સંબોધિત કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે 135 કરોડ ભારતવાસીઓ અને આખી દુનિયામાં સનાતમ ધર્મ પ્રત્યે શુભેચ્છાનો ભાવ રાખનારાઓની ભાવનાઓને પુરી કરનાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરની આધારશિલા રાખવામાં આવી છે અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ પુરો થઇ ચૂક્યો છે. વિધિવત રીતે આ ભૂમિ પૂજનને સંપન્ન કરવામાં આવ્યું અને પંડિતોએ આ ભૂમિ પૂજન બાદ પીએમ મોદી તરફથી દક્ષિણા આપવામાં આવી છે.
- સમગ્ર દેશમાં અત્યારે રામ મંદિર નિર્માણ માટે થઇ રહેલા ઐતિહાસિક ભૂમિ પૂજનના સાક્ષી બની રહ્યા છે. વિભિન્ન માધ્યમોથી લોકો આ ભૂમિ પૂજનનું લાઇવ પ્રસારણ જોઇ રહ્યા છે અને પોતાની આતુરતાને પૂર્ણ થતી જોઇ ખુશ થઇ રહ્યા છે.
રામ મંદિર પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
5 ઓગસ્ટની સવારે દિલ્હીથી પ્રસ્થાન!
9:35 વાગે: દિલ્હીથી સ્પેશિયલ વિમાન રવાના થશે!
10:35 વાગે: લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ!
10:40 વાગે: હેલિકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન !
11:30 વાગે: અયોધ્યા સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ!
11:40 વાગે: હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ દર્શન પૂજા!
12 વાગે: રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ!
10 મિનિટમાં રામલલા વિરાજમાનના દર્શન-પૂજન!
12:1 વાગે: રામલલા પરિસરમાં પારિજાતનો છોડ રોપશે!
12:30 વાગે: ભૂમિપૂજન કાર્યક્રમ આરંભ!
12:40 વાગે: રામ મંદિરની આધારશીલાની સ્થાપના!
1.10 વાગે: નૃત્યગોપાલ દાસ વેદાંતી સહિત ટ્રસ્ટ કમિટી સાથે કરશે મુલાકાત!
2:05 વાગે: સાકેત કોલેજના હેલિપપેડ માટે પ્રસ્થાન!
2:20 વાગે: લખનઉ માટે ઉડશે હેલિકોપ્ટર !
કાર્યક્રમ સ્થળના મંચ પર હશે 5 લોકો
1. નરેન્દ્ર મોદી, પીએમ
2. મહંત નૃત્યગોપાલદાસ, અધ્યક્ષ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
3. યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી
4. મોહન ભાગવત, સંઘ પ્રમુખ
5. આનંદીબેન પટેલ, રાજ્યપાલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube