નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકડાઉન (Lockdown) નો એક મહિનો થવા છતાં પણ ભારતની સ્થિતિમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. અહીં ગત 24 કલકામાં કોરોનાના 1429 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસમાં 57 લોકોના મોત થયા છે. મોતનો આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE UPDATES


- દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 24,506 થઇ ગઇ છે. અત્યાર સુધી 5063 સાજા થયા અને કુલ 755 લોકોના મોત થયા છે. 


- દિલ્હીમાં કંટેનમેંટ ઝોનની સંખ્યા વધીને 92 થઇ. શુક્રવારે મૌઝપુરની ગલી નંબર 18ને નવા કંટેનમેંટ ઝોન તરીકે ચિન્હિત કરવામાં આવ્યો. 


- દિલ્હીમાં અત્યાર સુધી કોરોના સંક્રમણને 2376 કેસ સામે આવ્યા. 50 લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 


- નોઇડામાં કોરોના સંક્રમિતોની સ6ખ્યા 49 વધીને 53 હજાર થઇ ગઇ છે. એક દિવસમાં કોરોના સંક્રમણના 6 નવા કેસ સામે આવ્યા છે. 


- મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 6817 થઇ ગઇ છે. જ્યારે 301 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 


- દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 28 લાખ 30 હજાર 82 થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધી એક લાખ 97 હજારથી વધુ લોકોના મોત થયા છે. 


- દુનિયાભરમાં કોરોના મહામારીથી ઠીક થનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી આઠ લાખની આસપાસ લોકો સાજા થઇ ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર