મુંબઇ:  મુંબઇમાં આવનાર ચક્રવાતી વાવાઝોડાનો ખતરો ઓછો થયો છે. વાવાઝોડું 50 કિલોમીટર દક્ષિણ તરફ જતું રહ્યું છે. તેનાથી મુંબઇમાં તેનો ખતરો ઓછો થયો છે. મુંબઇના વર્સોવા પર હાઇટ ટાઇડ અને ભારે પવનને જોતાં એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે. અહીં આસપાસ રહેનાર લોકોને બીએમસી અને એનડીઆર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 
  
વાવાઝોડું આજે બપોર સુધી મુંબઇના સમુદ્ર કિનારે ટકરાશે. વાવાઝોડું અત્યારે મુંબઇથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ દરમિયાન હાઇ ટાઇડની ચેતાવણી આપી છે. 6 ફૂટ ઉંચી લહેરો ઉઠી છે. હવાની ગતિ અત્યારે પણ 100 થી 110 કિલોમીટર છે અને આ 120 કિલોમીટર પ્રતિકલાક સુધીની છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube