કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ ડોક્ટર્સની હડતાળ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાંજે એક પત્રકાર પરિષદને સંબોધિ હતી. મમતા બેનર્જીએ કહ્યું કે, ડોક્ટરની સાથે મારપીટ દુર્ભાગ્યપુર્ણ છે, આ મુદ્દે ઉકેલ લાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર ડોક્ટર્સની હડતાળ ખતમ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં હજારો દર્દીઓ ડોક્ટર્સની હડતાળથી પ્રભાવિત થયા છે.  આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે કહ્યું કે, હોસ્પિટલની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આમ જ ચાલશે તો 2050 સુધીમાં પૃથ્વી પરથી માનવ થઇ જશે લુપ્ત !
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાનાં એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક દર્દીનાં પરિવારજનોએ બે ડોક્ટર્સ પર કથિત રીતે હુમલો કર્યો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા, ત્યાર બાદ મંગળવારે જુનિયર ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે. ડોક્ટર્સનાં મોત હોસ્પિટલમાં થઇ ગયા હતા. આ અગાઉ હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટર્સે પોતાની સુરક્ષા મુદ્દે આશંકા વ્યક્ત કરતા રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જી સાથે  શનિવારે બંધ રૂમમાં બેઠકનું આમંત્રણ ફગાવી દીધું. 


નીતિ પંચની બેઠકમાં ન્યુ ઇન્ડિયાનો રોડમેપ તૈયાર, 5 ટ્રિલયન ડોલરની ઇકોનોમિનું લક્ષ્ય
આતંકવાદીઓના ટાર્ગેટ પર છે દિલ્હીમાં વસેલા યહુદીઓ, ઇઝરાયેલ પર ભડાશ કાઢવાનો ઇરાદો
ડોક્ટર્સે કહ્યું કે, મુખ્યમંત્રીના ગતિરોધ દુર કરવાનાં ઉદ્દેશ્યથી ખુલામાં ચર્ચા માટે એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આવવું જોઇએ. ડોક્ટ્રસે કહ્યું કે, શનિવારે સાંજે રાજ્ય સચિવાલયમાં બેનર્જી દ્વારા બોલાવાયેલી બેઠકમાં આંદોલનકારી ડોક્ટર્સનાં પ્રતિનિધિ નહી જોડાય.