નવી દિલ્હી: ગલવાન ખાડીમાં ભારત (India) અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક સંઘર્ષ બાદ બંને દેશોની વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ વચ્ચે બુધવારના લદ્દાખમાં મેજર જનરલ રેનકના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જો કો, આ બેઠક અસ્પષ્ટ રહી. ચર્ચામાં કોઈ પ્રગતિ થઈ નથી. જાણકારી અનુસાર આવતીકાલ બપોરે ચર્ચા થવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લોકડાઉનની અફવાથી દૂર રહો અને રાજ્યો અનલોક 2.0ની બનાવે યોજના: PM Modi


આ પહેલા આજે સવારે રક્ષા મંત્રાલયે પણ એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણ સેનાઓના પ્રમુખ હાજર રહ્યાં હા. આ બેઠકમાં સંપૂર્ણ હાલાતની સમીક્ષા કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંપૂર્ણ હાલાત પર નજર રાખી રહ્યાં છે.


આ પણ વાંચો:- લોહિયાળ સંઘર્ષ પર વિદેશ મંત્રીનો જવાબ, કહ્યું- ગલવાનમાં જે થયું તે ચીનનું પ્લાનિંગ હતું


ત્યારે, બીજી તરફ વધતા તણાવ વચ્ચે LAC પર હાઈ એલર્ટ છે. હિમાચલના કિન્નોર અને લાહૌલ  સ્પીતી, ઉત્તરાખંડની ચમોલી અને પિથોરાગઢ, સિક્કિમ, અરુણાચલમાં પણ સૈન્ય સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. ઉત્તર, પશ્ચિમ અને પૂર્વી ભારતના દરેક એરબેઝને દરેક કટોકટી માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નૌકાદળના જહાજો પણ તૈયાર છે અને દરિયાઇ પેટ્રોલીંગ સઘન કરવામાં આવી છે.


કઈ રેજિમેન્ટના કેટલા સૈનિકો થયા શહીદ


  1. 16 બિહાર રેજિમેન્ટ - 12 જવાન શહીદ

  2. 12 બિહાર રેજિમેન્ટ -1 જવાન શહીદ

  3. 3 પંજાબ રેજિમેન્ટ - 3 જવાન શહીદ

  4. 4 મીડિયમ રેજિમેન્ટ (આર્ટિલરી) - 2 જવાન શહીદ

  5. 81 ફીલ્ડ રેજિમેન્ટ - ર જવાન શહીદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube