લોકડાઉનની અફવાથી દૂર રહો અને રાજ્યો અનલોક 2.0ની બનાવે યોજના: PM Modi
દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો આંકડો 3.5 લાખને પાર કર્યો છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હવે લોકડાઉનની અફોવાઓથી લડવા અને અનલોક 2.0ની યાજનાની આવશ્યકતા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3.5 લાખને પાર કરી ગઈ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, હવે લોકડાઉનની અફવાઓનો સામનો કરવાની સાથે હવે અનલોક 2.0ની યોજના બનાવવાની આવશ્યકતા છે.
બીજા દિવસે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરેસિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનલોક-1ને લઇ ચર્ચાઓ કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, હાલમાં ટેસ્ટિંગ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. તેમજ આ સાથે ટેસ્ટિંગ વધારવાના પ્રયાસો પણ સતત કરવા જોઇએ.
ત્યારે કેટલીક અફવાઓ છે કે, દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવી શકે છે. જો કે, તેને લઇને પીએમ મોદીએ કહ્યું કે, હવે લોકડાઉનની અફવાઓનો સામનો કરવાની સાથે અનલોક 2.0ની યોજના બનાવવાની જરૂરીયાત છે. પીએમ મોદીએ કહ્યું કે, વાયરસનો ફેલાવો મોટા રાજ્યો અને શહેરોમાં વધારે છે.
પીએમ મોદીએ આ બેઠકમાં આર્થિક ગતિવિધિઓમાં તેજી લાવવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોએ માળખાગત સુવિધાઓ અને બાંધકામ સંબંધિત કામોને પ્રોત્સાહન આપવા પગલાં લેવા જોઇએ. આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યોએ આવનારા મહિનાઓમાં પરપ્રાંતિય મજૂરો સામે આવનારા પડકારોનો સામનો કરવા માટે પગલા લેવા જોઇએ.
મુખ્યમંત્રીઓએ શું કહ્યું?
આ વીડિયો કોન્ફરેસિંગમાં સામેલ મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને રાજ્યોની જમીનની સ્થિતિ અને વાયરસના પ્રભાવનો સામનો કરવા માટે તેમની તૈયારીઓ વિશે જાણકારી આપી. આ સાથે જ મુખ્યમંત્રીઓએ સ્વાસ્થઅય માળખાગત સુવિધાઓ અને તેની મજબૂતી માટે લેવામાં આવેલા પગલાઓ વિશે જણાવ્યું હતું. મુખ્યમંત્રીઓએ ટેસ્ટિંગમાં વધારો અને પરત આવેલા પરપ્રાંતિયોને રોજગાર આપવા પર ભાર મૂકવાની વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે