મહારાષ્ટ્ર LIVE: શિવસેના 161 MLA સાથે બનાવશે સરકાર, એનસીપી અને કોંગ્રેસનું મળ્યું સમર્થન
મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી.
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના (Shiv Sena) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવાને લઈને કવાયત ચાલુ છે. સાંજે શિવસેનાની મળેલી બેઠક બાદ એ નક્કી થઇ ગયું છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર નથી બનાવી શકી અને હવે શિવસેના આગળ આવી છે. એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનાની સરકાર બનવા જઇ રહી છે. શિવસેનાના નેતાઓ રાજ્યપાલને મળવા જઇ રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ મુજબ શિવસેનાને 161 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
સોમવારે સવારે થયેલા ઘટનાક્રમે આ સંભાવનાને વધુ મજબુત કરી છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધુ છે. આ બાજુ એનસીપીએ પણ પોતાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. સાવંતે પોતે ટ્વીટ કરીને રાજીનામા અંગે જાણકારી આપી. આ બધા વચ્ચે સૂત્ર દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપ બીએમસીમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે. ત્યારબાદ એનસીપી, શિવસેના અને કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલ્યો. એટલે સુધી કે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર વચ્ચે બેઠક થઈ. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને સાથે આવવાનું આમંત્રણ આપ્યું.
સાવંતનું રાજીનામું, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન
શિવસેના નેતા સંજય રાઉત હોસ્પિટલમાં દાખલ
શિવસેના નેતા સંજય રાઉતની તબિયત ખરાબ થવાથી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. \
શિવસેના નેતા અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાઈ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને એનસીપી ચીફ શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક બેઠક યોજાઈ. જો કે સરકાર બનાવવા અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. આ બાજુ મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ચૂકેલા શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ભાજપ ચૂંટણી અગાઉ આપેલા વચનથી પાછળ હટી ગઈ. મારા માટે નૈતિક રીતે આ યોગ્ય નહતું કે હું મંત્રીમંડળમાં રહું. આથી મેં રાજીનામું આપી દીધુ.
ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં બોલાવી બેઠક
ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં શિવસેનાના નેતાઓની મહત્વની બેઠક બોલાવી છે. સંજય રાઉત, આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે વગેરે નેતાઓ આ બેઠકમાં સામેલ થશે. હાલ શિવસેના નેતા સંજય રાઉત પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચ્યા છે.
BMCમાં શિવસેનાને આપેલો ટેકો ભાજપ પાછો ખેંચી શકે છે-સૂત્ર
સૂત્રના જણાવ્યાં મુજબ જો શિવસેના મહારાષ્ટ્રમાં NCP સાથે મળીને સરકાર બનાવશે તો ભાજપ BMCમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...