નવી દિલ્હી : વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપતાં મહત્વની વાત કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ અને માતા પિતાને ટીપ્સ આપી હતી. વિદ્યાર્થીઓને એમણે કહ્યું કે માતા પિતા સામે તરત રિએક્ટ કરતાં પહેલા એમની વાત શાંતિથી સાંભળો પછી જુઓ કેવો જાદુ થાય છે. સાથોસાથ એમણે માતા પિતાઓને પણ કહ્યું કે તેઓ બાળકો પર એવો બોજ ન નાંખે કે જે તેઓ પોતાની કેરિયરમાં પૂર્ણ કરી શક્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે સંવાદ કરતાં કહ્યું કે, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જતા હશો, ચાલ વાંચવા બેસ, આવું થતું હશે, વાસ્તવમાં પરીક્ષાનું મહત્વ છે જ, પરંતુ શું આ પરીક્ષા એ જીંદગીની પરીક્ષા છે? આ મારી જીંદગીની કસોટી નથી, જો આટલું વિચારવામાં આવે તો આપણો ભાર ઓછો થઇ જશે. 



તમારી જાતને કસોટીના ત્રાજવામાં નહીં જોખો તો રોકાઇ જશો, જીંદગીનો મતલબ થાય છે એને જી જાનથી મચી પડવું, સપના પણ હોવા જોઇએ, અપેક્ષાઓ પણ હોવી જોઇએ, પરંતુ પ્રેસરથી પરિસ્થિતિ બગડે છે. ક્યારેક આપણે બાળકોની મનોસ્થિતિ એવી હોય છે કે આપણે એવું વિચારવા લાગીએ છીએ કે માતા પિતા કંઇ સમજતા જ નથી. પહેલા હું વિદ્યાર્થીઓને એ કહેવા માગું છું કે તરત રિએક્ટ ન કરો. સાંભળો, વિચારો. એમને એવું લાગશે કે તમે એમને સાંભળી રહ્યા છો. મમ્મીને એવું પુંછો કે મમ્મી મને આમાં ખબર ન પડી પછી જુઓ મમ્મી તમને કહેશે કે મે તને ઘણું કહી દીધું.