લખનઉ: ઉત્તર પ્રેદશના નવનિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે (29 જુલાઇ) પદના શપથ ગ્રહણ કરશે. તેઓ તેના માટે સવારે 9:30 વાગ્યે લખનઉ સ્થિત અમૌસી એરપોર્ટ પહોંચી ગયા છે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ બપોર 12:30 વાગ્યે રાજભવન પહોંચશે. જ્યાં તેઓઓ યૂપીના નવા રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરશે. આનંદીબેન પટેલને અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગોંવિદ માથુર રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરાવશે. ત્યારે હાલના રાજ્યપાલ રામ નાયકે રવિવારે કહ્યું કે, મને રાજ્યપાલ પદ પર બન્યા રહેવા માટે 7 દિવસનું બોનસ મળ્યું છે. હું આનંદીબેન પટેલનું સ્વાગત કરવા જઇશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કાર એકસ્માતમાં ઉન્નાવા રેપ પીડિતાની હાલત ગંભીર, વિપક્ષે કરી CBI તપાસની માગ


આનંદીબેન પટેલના શપથ ગ્રહણ સમારોહમાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા સહિત અન્ય મંત્રીઓ પણ સામેલ થશે. જણાવી દઇએ કે, 20 જુલાઇના રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર યૂપી અને બિહાર સહિત 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિયુક્તિ કરવામાં આવી છે. તેના અનુસાર મધ્યપ્રદેશના રાજ્યપાલ રહેલા આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.


વધુમાં વાંચો:- ઇઝરાયલમાં PM મોદીની મિત્રતાને નામ પર નેતન્યાહુ માગી રહ્યા છે વોટ, લગાવ્યા પોસ્ટર


ત્યારે યૂપીના વર્તમાન રાજ્યપાલ રામ નાયક લખનઉમાં રવિવારના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની-2માં સામેલ થયા. તેમણે સંબોધન કરતા બધા રોકાણકારોને ઉત્તર પ્રદેશમાં રુચિ બતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમમે કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના માર્ગે કામ કર્યું છે. હવે યૂપી સર્વોત્તમ પ્રદેશ બનવાની રહા પર છે.


વધુમાં વાંચો:- 8 ઓગસ્ટે પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ કરશે સન્માનિત


રાજ્યપાલ રામ નાયકે કહ્યું કે, જે રિતે પ્રદેશમાં રોકાણ થયું, પહેલાના અનુભવમાં પરિવર્તન અમે જોઇ રહ્યાં છે. વર્ષ 2018માં હું સાક્ષી હતો અને આજે વાસ્તવિકતા જોવા માટે પણ હું ઉપસ્થિત છું. તેવા સમયે હું રાજ્યપાલ હતો, પરંતુ મને રાજ્યપાલ પદ પર બોનસ મળ્યું છે. 22 જુલાઇના કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. નાયકે કહ્યું, સાત દિવસનું મને બનોસ મળ્યું. એટલા માટે આનંદીબેન પેટલનો આભાર વ્યક્ત કરું છું કે, તેમણે તેમના શપથ ગ્રહણની તારીખ 29 જુલાઇ નક્કી કરી.


વધુમાં વાંચો:- કર્નાટકમાં બીજેપી સોમવારે સાબિત કરશે બહુમત, ધારાસભ્યોની હોટલમાં બેઠક


તેમણે કહ્યું કે, 22 જુલાઇના રોજ મારો કાર્યકાળ પૂરો થયો. એક રૂઢિવાદી પરંપરા રહી છે કે, નાવા રાજ્યપાલના આવતા પહેલા જુના રાજ્યપાલ લખનઉ છોડીને જતા રહે છે. જે રીતે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ થયા છે, તે રીતની પ્રક્રિયા શરૂ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે, આનંદીબેન પટેલનું સ્વાગત કર્યા બાદ હું અહીંથી જઇશ. રૂઢિવાદી પરંપરાને દુર કરવાના વિચાર મુક્યો છે. ઉત્તર પ્રદેશના લોકોની સાથે હું ઘણો જોડાયેલો છું. ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માટે અમારો હમેશાથી સહયોગ રહશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...