કાર અકસ્માતમાં ઉન્નાવ રેપ પીડિતાની હાલત ગંભીર, વિપક્ષે કરી CBI તપાસની માગ
ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવાર સાથે થયેલી દુર્ઘટનામાં પીડિતાની માસી અને કાકીનું મોત નિપજ્યુ છે. ત્યારે ગંભીર હાલતમાં દુષ્કર્મ પીડિતા અને તેના વકીલને લખનઉ ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
Trending Photos
રાયબરેલી: ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવાર સાથે થયેલી દુર્ઘટનામાં પીડિતાની માસી અને કાકીનું મોત નિપજ્યુ છે. ત્યારે ગંભીર હાલતમાં દુષ્કર્મ પીડિતા અને તેના વકીલને લખનઉ ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. લખનઉ ઝોનના એડીજી રાજીવ કૃષ્ણને જણાવ્યું કે, ડોક્ટરોએ કહ્યયું છે કે, પીડિતા અને તેના વકીલની હાલત ગંભીર છે. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેમના હાડક્કામાં ફેક્ચર છે. તેમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.
જણાવી દઇએ કે, દુષ્કર્મ પીડિતા તેના કાકાને મળવા રાયબરેલી જેલ જઇ રહી હતી. સૂત્રોનું માનવું છે કે, તેમની સાથે તેમના સુરક્ષા ગાર્ડ હાજર ન હતા. રાયબરેલી જતા સમયે એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. તે સમયે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Unnao rape victim road accident case: Rajiv Krishnan, ADG Lucknow Zone, says after visiting hospital, "Doctors have told me that they (victim & her lawyer) have been put on life support system. Some of their bones have fractured. One of them have head injury." pic.twitter.com/2kBDxaBgx8
— ANI UP (@ANINewsUP) July 28, 2019
પોલીસના જણાવ્યા અનુસાર, રાયબરેલીના ગુરબખ્શ ગંજ વિસ્તારમાં ટ્રકે કારને ટક્કર મારી હતી. આ દૂર્ઘટના કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો છે. પોલીસે જણાવ્યું કે, ટ્રકને જપ્ત કરી લેવામાં આવ્યો છે. ત્યારે ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી છે. પરિવારના લોકોનું કહેવું છે કે આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવામાં આવે.
અખિલેશ યાદવના આદેશ પર પીડિત પરિવારને જોવા પહોંચ્યા સપાના નેતા સુનીલ સાજન, ઉદયવીર સિંહ અને આનંદ ભદૌરિયા ટ્રામા સેન્ટર પહોંચ્યા હતા. સપાએ પીડિત પરિવારની સુરક્ષાને લઇને સવાલ ઉઠાવતા કહ્યું કે, પીડિતાની સુરક્ષા ક્યાં હતી. સપાએ માર્ગ અકસ્માતને લઇને સીબીઆઇ તપાસની માગ કરી છે. સપાનું કહેવું છે કે, પીડિત પરિવારની દરેક સંભવ મદદ સપા કરશે.
દુર્ઘટના બાદ દુષ્કર્મ પીડિતાના પિતરાઇ ભાઇએ દુર્ઘટનાની તપાસની માગ કરી છે. દુષ્કર્મ પીડિતાના પિતરાઇ ભાઇએ માર્ગ અકસ્માતની પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે