નવી દિલ્હી: શાદરા ચિટફંડ કૌભાંડ મામલે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શનિવારે પૂછપરછ માટે શિલાંગ સ્થિત કેન્દ્રિય અન્વેષણ બ્યૂરો (સીબીઆ)ની ઓફિસ પહોંચ્યા છે. સીબીઆઇ આ મામલે તેમનાથી આજે પૂછપરછ કરશે. તેના માટે દિલ્હીથી સીબીઆઇની ટીમ પણ ત્યાં પહોંચી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: EDની ઓફિસે પહોંચ્યા રોબર્ટ વાડ્રા, આજે ત્રીજી વખત થશે પૂછપરછ


કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવાને નષ્ટ કરવાની તેમની કથિત ભૂમિકાને લઇને સીબીઆ પૂછપરછનો સામનો કરવા શુક્રવારે મેઘાલયની રાજધાની શિંલાગ પહોંચ્યા હતા. રાજીવ કુમારની સાથે કોલકાતા પોલીસના ત્રણ અન્ય આઇપીએસ અધિકારી પણ શિલાંગ પહોંચ્યા છે.


વધુમાં વાંચો: 2થી વધારે બાળકોવાળા વ્યક્તિઓ નહીં લડી શકે ચૂંટણી, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ


સુપ્રીમ કોર્ટે મગંળવારે કોલકાતાના પોલીસ કમિશ્નરને સીબીઆઇની સામે હાજર થવા અને શારદા ચિટફંડ કૌભાંડ સાથે જોડાયેલા મામલે તપાસમાં તેમની સાથે ‘વિશ્વસનીય રીતથી’ સહયોગ કરવા સૂચના આપી હતી. જોકે, સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની ધરપકડ કરવામાં આવશે નહીં.


વધુમાં વાંચો: રાજસ્થાન: અનામતની માગના બીજા દિવસે પણ ગુર્જર આંદોલન શરૂ, 7 ટ્રેનનો રૂટ બદલાયો


સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે શારદા ચિટફંડ કૌભાંડની એસઆઇટી તપાસની આગેવાની કરી રહેલા કુમારે ઇલેક્ટ્રોનિક પુરાવાની સાથે છેડછાડ કરી અને તેમણે સીબીઆઇને જે દસ્તાવેજ સોંપ્યા તેમાંથી કેટલાકમાં છેડછાડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ‘બધા બિનજરૂરી વિવાદોને ટાળવા માટે’ કુમારને તટસ્થ સ્થાન શિલાંગમાં સીબીઆઇની સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો.


વધુમાં વાંચો: આજે અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે PM મોદી, ઘણી યોજનાઓની આપશે ભેટ


સીબીઆઇ અધિકારી રવિવારે કુમારથી પુછપરછ માટે તેમના ઘરે પહોંચી ગઇ હતી, પરંતુ કોલકાતા પોલીસે તેમના પ્રયાસનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ‘બંધારણથી બચાવવા માટે’ ત્રણ દિવસ સુધી ધરણા કર્યા હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...