રાજસ્થાન: અનામતની માગના બીજા દિવસે પણ ગુર્જર આંદોલન શરૂ, 7 ટ્રેનનો રૂટ બદલાયો
Trending Photos
સવાઇ માઘોપુર: રાજસ્થાનમાં અનામતની માગને લઇને શુક્રવારે ગુર્જર સમાજ દ્વારા પ્રદેશ સરકારને 4 વગ્યા સુધીનો સમય આપ્યો હતો. ત્યારબાદ માગ પુરન થવાના કારણે ગુર્જર સમાજના લોકો શુક્રવાર સાંજથી આંદોલન પર છે. જેને લઇ શનિવારે સવાઇ માઘોપુરના મલાર્ના ડ઼ુંગર સ્ટેશન પર ગુર્જરો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું જેના કરાણે 7 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
ત્યારે 1 ટ્રેનને રદ અને 3ને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, ગુર્જર સમાજના નેતા કિરોડી સિંહ બૈંસલાએ સવાઇ માઘોપુરમાં અનામત આંદોલન કરતા શુક્રવારે કહ્યું હતું કે, અમે 5 ટકા અનામત માગીએ છે, સરકારને મારા અનુરોધનો જવાબ આપ્યો નથી. એટલા માટે હું એક આંદોલન કરવા જઇ રહ્યો છું. સરકારે અમનામત આપવી જોઇએ, મને નથી ખબર તેઓ ક્યાંથી આપે છે?
Members of Gujjar community sitting on railway track in Maksudanpura of Sawai Madhopur in protest as part of reservation movement say "We have good CM&a good PM. We want that they listen to the demands of Gujjar community. It isn't an uphill task for them to provide reservation." pic.twitter.com/lM4TDF7WRh
— ANI (@ANI) February 9, 2019
એએનઆઇના જણાવ્યા અનુસાર આંદોલન કરી રહેલા ગુર્જર સમાજના લોકોનું કહેવું છે કે, અમારી પાસે સારા સીએમ અને એક સારા પીએમ છે. અમે ઇચ્છીએ છે કે તેઓ ગુર્જર સમાજની માગને સાંભળે. તેમના માટે અનામત આપવું કોઇ મુશ્કેલ કામ થી.
જણાવી દઇએ કે આંદોલનની ચેતાવણી બાદથી જ રેલવે અને જિલ્લા પ્રશાસને ગુર્જર બાહુલ્ય જિલ્લામાં સુરક્ષા વધારી દીધી છે. રેલવેએ આરપીએફની કંપની મોકલવાની શરૂ પણ કરી દીધી હતી. દૌસા, અજમેર, જયપુર હાઇવે, આગ્રા હાઇવે, કરૌલી, ભરતપુર, ભીલવાળા, શેખાવાટી વિસ્તારમાં આરપીએફની કંપનીઓ મોકલવામાં આવી હતી. બીજી તરફ જિલ્લા પ્રશાસન પણ સંપૂર્ણ રીતે સતર્ક છે.
ગુર્જરોની માગ છે કે તેમને 50 ટકા અનામતથી બહાર 5 ટકા અનામત આપવામાં આવે. જેના કારણે ગુર્જર સમાજ આંદોલન પર છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવતા અનામતનું કદ 60 ટકા થઇ ગયું છે. જેના કારણે હવે ગુર્જર પણ સરકાર પાસે 50 ટકાથી બહાર અનામત આપવાની માગ કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે